પ્રગટ થયાં નંદલાલા, દ્વારકામાં ગૂંજ્યો જય કન્હૈયા લાલ કીનો નાદ
Trending Photos
અમદાવાદઃ ભગવાન શ્રીકૃષ્ણની જન્માષ્ટમી (Krishna Janmashtami 2018) દર વર્ષની આ વર્ષે પણ દેશભરમાં ધૂમધામથી મનાવવામાં આવી રહી છે. ભક્તિના રંગમાં મથુરાથી લઈને દ્વારકા સુધી ભક્તો ડૂબેલા છે. દેશના કેટલાક ભાગમાં ગઈકાલે જન્માષ્ટમી મનાવવામાં આવી હતી. પરંતુ ગુજરાત સહિત ઘણા ભાગમાં આજે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના તમામ કૃષ્ણ મંદિરો શણગારવામાં આવ્યા છે. દરેક જગ્યાએ કૃષ્ણભક્તોની ભીડ ઉમટી છે. રાત્રે 12 વાગતાની સાથે જ દ્વારકા મંદિર જય કન્હૈયા લાલ કી, દ્વારકા માં કોણ છે રાજા રણછોડ છે ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. હજારો ભક્તોએ કૃષ્ણજન્મોત્સવના દર્શનનો લાભ લીધો હતો. ભગવાનને શણગાર સજવામાં આવ્યા હતા. તથા ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી.
જન્માષ્ટમીની રાત્રે 12 કલાકે જ્યારે કૃષ્ણનું આગમન થશે, તે સમયે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ હશે. ભક્તો જનોની તમામ મનોકામના પૂર્ણ થશે. 3 સપ્ટેમ્બરના દિવસે રોહિણી નક્ષત્ર પણ છે.
આજે રાજ્યભરમાં જન્મઆષ્ટમીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. તમામ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવને ઉજવવા માટે ભક્તો આતુર છે. ત્યારે દ્વારકાના જગતમંદિરમાં ભક્તોના ઘોડાપૂર ઉમટ્યા છે. મંદિર જય દ્વારકાધીશના નાદ સાથે ભક્તો ભગવાનના દર્શન કરી રહ્યાં છે. આજે સવારથી જ દ્વારકામાં ભક્તો કાનાના દર્શન કરી રહ્યાં છે. મંદિરને લાઇટોથી શણગારવામાં આવ્યું છે. આખુ મંદિર રાત્રે ઝળહળી રહ્યું છે. રાત્રે 12 વાગ્યે કૃષ્ણજન્મોત્સવ થશે.
ઈસ્કોન મંદિર, વૃંદાવનમાં LIVE જુઓ જન્માષ્ટમીની ધૂમ
લાભો ભક્તો આવવાને કારણે દ્વારકામાં સુરક્ષાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિર પ્રશાસને પણ તમામ ભક્તો દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા કરી હતી. સવારથી અત્યાર સુધી હજારો ભક્તોએ ભગવાનની આરતીનો પણ લાભ લીધો હતો.
કૃષ્ણ જન્મોત્સવને લઇને દ્વારકાનાથના મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. વિવિધ લાઇટનો ઉપયોગ કરીને દ્વારકા મંદિરને સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. મંદિરના ઘુંમટથી લઇને મંદિર પરિસરમાં વિવિધ લાઇટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લાઇટિંગને કારણે દ્વારકા મંદિરનો અદભૂત નજારો જોવા મળ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે