રૂપાલના વરદાયિની માતાના બહેન છે પ્રાંતિજના બ્રહ્માણી માતા, એક જ દિવસે એક જ સમયે નીકળે છે બંનેની પલ્લી

સાબરકાંઠાના પ્રાંતિજના બ્રહ્માણી માતા અને ગાંધીનગરના રૂપાલના વરદાયીની માતા આ બંને બહેનો છે. ત્યારે બહેનો હોવાને નાતે રૂપાલની સાથે જ પ્રાંતિજમાં પણ પલ્લી નીકળે છે અને જેમાં શ્રદ્ધાળુ ઘી ચઢાવીને ભક્તો પલ્લીના દર્શનનો લાભ છે.
રૂપાલના વરદાયિની માતાના બહેન છે પ્રાંતિજના બ્રહ્માણી માતા, એક જ દિવસે એક જ સમયે નીકળે છે બંનેની પલ્લી

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :સાબરકાંઠાના પ્રાંતિજના બ્રહ્માણી માતા અને ગાંધીનગરના રૂપાલના વરદાયીની માતા આ બંને બહેનો છે. ત્યારે બહેનો હોવાને નાતે રૂપાલની સાથે જ પ્રાંતિજમાં પણ પલ્લી નીકળે છે અને જેમાં શ્રદ્ધાળુ ઘી ચઢાવીને ભક્તો પલ્લીના દર્શનનો લાભ છે.

ગાંધીનગરના રૂપાલના વરદાયિની માતા અને પ્રાંતિજના બ્રહ્માણી માતા આ બંને સગી બહેનો હોવાનુ માનવામાં આવે છે. એટલે જ રૂપાલની પલ્લી સાથે જ અહી પ્રાંતિજમાં પણ પલ્લી નીકળે છે. ભક્તો અહીં પલ્લીના દર્શન કરવા માટે ભીડ જમાવે છે અને પલ્લીના દર્શનનો લાભ લે છે. રૂપાલની જેમ ભક્તો અહી પણ ઘી ચઢાવે છે અને ઘીથી તરબોળ આ પલ્લી પ્રગટાવીને પ્રાંતિજ શહેરના નાની ભાગોળ વિસ્તારમાં ફેરવવામાં આવે છે. પૌરાણિક ઇતિહાસ પ્રમાણે અહી પરંપરાગત રીતે પ્રતિવર્ષ પલ્લી નીકળે છે. ગુજરાતમાં રૂપાલ અને પ્રાંતિજ એમ બે જ જગ્યાએ પલ્લી નીકળતી હોય છે. જોકે આ વર્ષે ફરીથી કોરોનાને કારણે પ્રાંતિજના મેળાને રદ કરવામાં આવ્યો હતો.

રૂપાલની જેમ પ્રાંતિજની બ્રહ્રમાણી માતાની પલ્લીનું ભક્તોમાં ખૂબ આકર્ષણ હોય છે અને ભક્તો જાણે છે કે પલ્લીનો અનેરો ઉત્સાહ પણ ભક્તોના ચહેરો પર દેખાતો હોય છે. મધ્યરાત્રિના સવા એક વાગ્યે પ્રસ્થાન કરતી પલ્લીમાં ભક્તો ઘી લઇને આવતા હોય છે અને ભક્તો તે ઘીને પલ્લીમાં ચડાવતાં હોય છે. ભક્તો માનતા અને બાધા આખડીના રૂપે પણ અહી ભક્તો ઘી ચઢાવતાં હોય છે. મેળાને સતત બીજા વર્ષે રદ કરી દેવામાં આવ્યો હતો. મેળાને લઇને મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ રાતભર ઉત્સાહ મનાવતા હોય છે. જેથી વર્તમાન સ્થિતિને લઇ મેળાને રદ કરવામાં આવ્યો હતો.

પ્રાંતિજની પલ્લીને માણવા અને દર્શન કરવા માટે ભક્તો અહી રાત ભર પલ્લીની રાહ જોતા હોય છે અને ભક્તો પલ્લીના દર્શન કરવા આતુરતાં દાખવતાં હોય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news