રાજકોટમાં ફરી સામે આવ્યું ડિગ્રી કૌભાંડ, બે આરોપીઓની ધરપકડ

આ ટોળકીએ અત્યાર સુધીમાં ગુજરાતમાં 400 જેટલી બોગસ ડીગ્રીઓનો ગોરખધંધો કર્યો છે.

રાજકોટમાં ફરી સામે આવ્યું ડિગ્રી કૌભાંડ, બે આરોપીઓની ધરપકડ

રાજકોટઃ રાજકોટમાં એક બાદ એક ડીગ્રી કૌંભાડો સામે આવી રહ્યા છે. ત્યારે બિઝનેશ મેનેજમેન્ટની બોગસ ડીગ્રીનું કૌંભાડ સામે આવ્યું છે. રાજકોટ પોલીસને માહિતી મળી હતી કે ધવલ ચાંચાપરા નામનો વ્યક્તિ વિદ્યાર્થીઓને દોઢ મહિનામાં બિઝનેશ મેનેજમેન્ટની ડીગ્રી આપે છે. તેમજ અમદાવાદનો પથિક પંચાલ નામનો શખ્સ સાક્ષર ફાઉન્ડેશન ટ્રસ્ટ હેઠળ બિઝનેશ મેનેજમેન્ટ સ્કૂલ ચલાવે છે. જે બાતમીના આધારે રાજકોટ પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી છે.

પોલીસના કહેવા મુજબ, આરોપી પથિક પંચાલ કોઇ પણ જાતની મંજૂરી વગર ઇન્ડીયન બિઝનેશ મેનેજમેન્ટ સ્કુલ ચલાવી રહ્યા છે. જેને રાજકોટમાં પોતાનાં એજન્ટ તરીકે ધવલ ચાંચાપરાને રાખ્યો હતો. અલગ અલગ ફેકલ્ટીનાં જેવા કે, બિઝનેશ મેનેજમેન્ટ, સર્ટીફિકેટ કોર્ષ ઇન એન્જિનિયરિંગ સહિતની સર્ટીફિકેટ આપીને વિદ્યાર્થીઓને રૂપીયા 30 હજારમાં બોગસ ડીગ્રીઓ આપતા હતા. પોલીસ પુછપરછમાં આ બન્ને શખ્સોએ રાજકોટ સહિત ગુજરાતમાં 400 કરતા વધુ બોગસ ડીગ્રીઓ આપી હોવાની કબુલાત આપી છે.

હાલમાં પોલીસે આરોપીઓને જેલ હવાલે કર્યાં છે. ત્યારે પોલીસ તપાસમાં કેટલા એજન્ટો સક્રિય છે અને કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news