પુણેની એક શાળાએ નક્કી કર્યો છોકરીઓના આંતરિક વસ્ત્રોનો કલર, ટોયલેટ જવાનો ટાઇમ પણ જણાવ્યો
વાલીઓનો આરોપ છે કે, શાળાએ વિદ્યાર્થીનીઓની ડાયરીમાં નિયમોનું એક લાંબુ લિસ્ટ લખાવ્યું છે. જેને ફરજીયાત રૂપે પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.
Trending Photos
પુણેઃ એમઆઈટી વિશ્વ શાંતિ ગુરૂકુળે છાત્રાઓના આંતરિક વસ્ત્રોનો કલર નક્કી કર્યો છે. સ્કૂલ પ્રમાણે તે સફેદ કે સ્કિન કલરના હશે. આટલું જ નહીં સ્કૂલે છાત્રાઓ માટે 20 થી 22 જટિલ નિયમ ફરજીયાત તક્યા છે, જેના ભંગ કરવા બદલ ફોજદારી કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. શાળા સંચાલકોનું કહેવું છે કે, આ પગલું યુવતીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉઠાવવામાં આવ્યું છે. ત્યારબાદ પરિવારજનોએ શાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
નિયમ ન માનવા પર દાખલ થશે વાલીઓ પર કેસ
વાલીઓનો આરોપ છે કે, શાળાએ વિદ્યાર્થીનીઓની ડાયરીમાં નિયમોનું એક લાંબુ લિસ્ટ લખાવ્યું છે. જેને ફરજીયાત રૂપે પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. શાળા તરફથી બાળકોના માતા-પિતાને નિયમ પાલનને લઈને એક એફિડેવિડ પણ સાઇન કરીને જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. નિયમ પ્રમાણે, જે વાલીઓ આ નિયમનું પાલન નહીં કરે તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવશે.
નવા નિયમ વિરુદ્ધ થયું પ્રદર્શન
શાળાનું નવું સત્ર 15 જૂનથી શરૂ થયું છે અને વિદ્યાર્થીનીઓને 2 જુલાઈએ ડાયરી આપવામાં આવી છે. પરિવારજનોએ બુધવારે આના વિરુદ્ધમાં સ્કૂલ બહાર પ્રદર્શન પણ કર્યું. તેની ફરિયાદ પ્રાથમિક શિક્ષણના ડાયરેક્ટરને પણ કરવામાં આવી છે.
શું છે નવા નિયમ?
- નવા નિયમ પ્રમાણે, વિદ્યાર્થીનીઓ ડ્રેસની નીચે આંતરિક વસ્ત્રો સફેદ અથવા સ્કિન કલર સિવાય કોઈ કલરના ન પહેરી શકે.
- ઇમરજન્સી સિવાય શાળાના બાથરૂમનો એક નિશ્ચિત સમય પર ઉપયોગ કરવામાં આવશે.
- શાળાના વિદ્યાર્થીઓ પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે જો વિદ્યાર્થીઓ પાણી અને લાઇટનો બિનજરૂરી ઉપયોગ કરતા પડકાશે તો.
- તે સિવાય 500 રૂપિયાનો દંડ ત્યારે પણ ફટકારવામાં આવશે જ્યારે સેનેટરી પેડ્સને યોગ્ય રીતે કચરા પેટીમાં ફેકવામાં નહીં આવે.
- શાળાના વિદ્યાર્થીઓની સાથે-સાથે વાલીઓ માટે પણ નિયમાવલી બનાવવામાં આવી છે. તેમાં તે એકબીજા સાથે વાત નહીં કરે, શાળાની વિરુદ્ધ આંદોલન નહીં કરે, પ્રશાસન અને મીડિયા સાથે વાત નહીં કરે. - શાળા સંચાલકોએ સાયકલ પાર્કિંગ માટે પણ મોટી રકમ વસુલવાનું નક્કી કર્યું છે. આ સિવાય આ ભાડા માટે 1500 રૂપિયા એડવાન્સ ભરવાના રહેશે. વાલીઓએ સફાઈનો ખર્ચ પણ ઉઠાવવાનો રહેશે.
દંડ ફટકારવો અયોગ્યઃ વાલીઓ વર્ક્સ સમિતિ અને શાળા સંચાલકો વચ્ચે વિવાદ જારી છે. એક વાલીનું કહેવું છે કે, સફાઇ, વિજળીની બચત, પાણી બચાવવું અને વ્યક્તિગત સ્વચ્છતાની તમામ વાતો સારી છે, પરંતુ શાળાએ તેના માટે દંડ ફટકારવાની જગ્યાએ વિદ્યાર્થીઓમાં જાગરૂતતા વધારવી જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે