સુરતના કતારગામ વિસ્તારમાં શૌર્ટસર્કિટના કારણે સ્કૂલવાનમાં લાગી આગ

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા બાળ આશ્રમ પાસે એક સ્કૂલવાનમાં આગ લાગવાની ઘટના સામે હતી.

સુરતના કતારગામ વિસ્તારમાં શૌર્ટસર્કિટના કારણે સ્કૂલવાનમાં લાગી આગ

સુરત: શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા બાળ આશ્રમ પાસે એક સ્કૂલવાનમાં આગ લાગવાની ઘટના સામે હતી. પાર્કિંગમાં પાર્ક કરેલી સ્કૂલવાનમાં શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગવાની ઘટના બની હતી. સદનસીબો જ્યારે વાનમાં આગ લાગી તે સમયે સ્કૂલવાન પાર્કિગમાં હતી અને તેથી કોઇ પણ વિદ્યાર્થીવાનમાં સવાર ન હોવાથી મોટી દુર્ધટના થતા ટળી ગઇ છે. આગ લાગવાની ઘટના બનતાજ ફાયરફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ આગમાં કોઇ પણ પ્રકારની જાન હાનીના અહેવાલ નથી. ફાયરની ટીમે ભારે જહેમતથી વાનમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. 
 Surat-Car-FIr
સ્કૂલવાનમાં અવાર નવાર લાગતી આગથી વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલ 
સ્કૂલવાનમાં આગલ લાગવાના કિસ્સાઓ અનેક વાર સામે આવતા હોય છે. કેટલીક ઘટનાઓમાંઓ તો વિદ્યાર્થીઓના જીવ પણ જોખમાં મુકાઇ જાય છે, જ્યારે કેટલીક ઘટનાઓમાં વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થતા હોય છે. ત્યારે આવી જ રીતે સ્કૂલવાનમાં વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા કેટલા સુરક્ષિત છે તે પણ એક યક્ષ પ્રશ્ન બની જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news