તમિલનાડુમાં ગુટખા કૌંભાડ: સ્વાસ્થ્ય મંત્રીના સ્થળ સહિત 40 જગ્યાઓ પર CBI રેડ

સીબીઆઇની ટીમે મોગાપેયર સ્થિત ડીજીપી ટીકે રાજેન્દ્રન, પૂર્વ ડીજીપી એસ જોર્જના મદુરાવાયલ સ્થિત સ્થળો પર પણ રેડ પાડી હતી

તમિલનાડુમાં ગુટખા કૌંભાડ: સ્વાસ્થ્ય મંત્રીના સ્થળ સહિત 40 જગ્યાઓ પર CBI રેડ

બેંગલુરુ: કર્નાટકમાં કરોડો રૂપિયાના ગુટખા સ્કેમનો ખુલાસો થયો છે. મદ્રાસ હાઇકોર્ટના આદેશ પર સીબીઆઇ બુધવારે ચેન્નાઇમાં અંદાજે 40 સ્થળો પર એક સાથે રેડ પાડી હતી. તપાસ ટીમે આ મામલે આરોપી તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી સી વિજયભાસ્કરના સ્થળો પર રેડ પાડી હતી. ત્યારબાદ સીબીઆઇની ટીમે મોગાપેયર સ્થિત ડીજીપી ટીકે રાજેન્દ્રન, પૂર્વ ડીજીપી એસ જોર્જના મદુરાવાયલ સ્થિત સ્થળો પર રેડ પાડી હતી.

આ કૌંભાડ ગત વર્ષે જુલાઇમાં સામે આવ્યું હતું. જ્યારે આયકર વિભાગે ગુટખા કારોબાર સાથે જોડાયેલા કારોબારીઓના ગોડાઉન અને ઓફિસમાં રેડ કરી હતી. ગુટખા કારોબારીઓ પર 250 કરોડનો ટેક્સ હેરાફેરી કરવાનો આરોપ હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2013માં તમિલનાડુ સરકારે ગુટખા પર બેન લગાવી દીધો હતો. ત્યારબાદ આરોપ લાગ્યો હતો કે ગુટખા બ્રાંડ MSMના નિર્માણ ચાલુ રાખવા માટે મોટા પોલીસ ઓફિસરો અને અન્ય વિભાગના અફિસરોએ લાંચ લીધી હતી. આરોપ છે કે, લાંચ લઇ વર્ષ 2014-2016 સુધી માર્કેટમાં ગુટખાની સપ્લાય ચાલુ રાખવામાં આવી હતી. વર્ષ 2017માં ગુટખા કારોબારીઓના ઘરે રેડ દરમિયાન આ કૌંભાડ બહાર આવ્યું હતું.

આરોપ છે કે, પ્રતિબંધ બાદ પણ ગુટખાનું વેચાણ ચાલુ રાખવા માટે સરકાર અને પોલીસ ઓફિસરોએ 40 કરોડની લાંચ લીધી હતી.

વર્ષ 2016માં આયકર વિભાગે ટેક્સ ચોરીના આરોપમાં ગુટખા કારોબારીઓના ઘરે રેડ પાડી હતી. તે દરમિયાન કારોબારી મહાદેવ રાવના ઘરમાંથી એક ડાયરી મળી આવી હતી. જેમાં સરકાર અને પોલીસ ઓફિસરોના નામ હતા જેમણે લાંચ લીધી હતી.

આ ડાયરીમાં મિસ્ટર ભાસ્કર અને મિસ્ટર રાજેન્દ્રનનું નામ લખ્યું હતું. તપાસ દરમિયાન જણાવા મળ્યું હતું કે ગુટખા કારોબારી વર્ષ 2013માં બેન કર્યા બાદ પણ પાન મસાલા અને તંબાકુથી બનતા ઉત્પાદનોનું વેચાણ કરી રહ્યા હતા. કારોબારી મહાદેવ રાવની કંપની એમડીએમ બ્રાંડથી ગુટખાનું વેચાણ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news