વડોદરા પોલીસે હોંગકોંગથી પ્રત્યાર્પણ દ્વારા કુખ્યાત વિદેશી ડ્રગ માફિયા રિચાર્ડની કરી ધરપકડ

આંતરરાષ્ટ્રીય ડ્રગ્ઝ માફિયો રિચાર્ડ (Rechard) સારવારના બહાને સયાજી હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપી નેપાળ (Nepal) પહોંચી ગયો હતો.

વડોદરા પોલીસે હોંગકોંગથી પ્રત્યાર્પણ દ્વારા કુખ્યાત વિદેશી ડ્રગ માફિયા રિચાર્ડની કરી ધરપકડ

હાર્દિક દિક્ષિત, વડોદરા:  કુખ્યાત વિદેશી ડ્રગ માફિયા ક્ષી જિંગ ફેંગ ઉર્ફે રિચાર્ડ (Rechard) ની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા પોલીસે હોંગકોંગથી પ્રત્યાર્પણ દ્વારા રિચાર્ડની ધરપકડ કરી હતી. 12 કરોડ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે પકડાયેલ રિચાર્ડ (Rechard) એપ્રિલ 2011માં વડોદરાથી નાસી છૂટ્યો હતો.
 
વડોદરા જેલમાં રાખવામાં આવેલા આ ત્રણ ડ્રગ્ઝ માફિયાઓ પૈકીનો આંતરરાષ્ટ્રીય ડ્રગ્ઝ માફિયો રિચાર્ડ (Rechard) સારવારના બહાને સયાજી હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપી નેપાળ (Nepal) પહોંચી ગયો હતો. આંતરરાષ્ટ્રીય ડ્રગ્ઝ માફિયા રિચાર્ડે નેપાળમાં ઇમિગ્રેશનના અધિકારી પર હુમલો કરતાં તેની સામે કાઠમંડુમાં ગુનો દાખલ થયો હતો અને પોલીસે તેની ધરપકડ કરી હતી. જોકે રિચાર્ડ નેપાળથી કેનેડા અને ત્યાંથી હોંગકોંગ નાસી છૂટ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, તા 22/11/2008ના રોજ નાકોર્ટિકસ કન્ટ્રોલ બ્યુરો (એન.સી.બી.)ની ટીમે બાતમીના આધારે સાવલી તાલુકાના મોકસી સ્થિત એક કંપનીમાં રેડ પાડી કરોડોની કિંમતના નશીલા દ્રવ્ય મેથામ્ફેટા માઇન ડ્રગ્સ સાથે મૂળ ચાઇનીઝ અને હોંગકોંગમાં સ્થાયી થયેલા સી. જિંગફેંગ ઉર્ફે રિચાર્ડ તેમજ અન્ય બે વિદેશી નાગરિક રવિન્દ્ર કરપ્પયા અને ગુણાશેખરનને ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્તથયેલી માહિતી મુજબ ડ્રગ્ઝ માફિયો રિચાર્ડ (Rechard) નેપાળની કાઠમંડુ હોટલમાં રોકાયો હતો અને તેણે ઇમિગ્રેશનના એક અધિકારી પર હુમલો કરતાં નેપાળ પોલીસે તેની વિરુદ્ધમાં ગુનો પણ દાખલ કર્યો હતો. જો કે, લાંબા સમયથી નેપાળ (Nepal) ની જેલમાં રહ્યા બાદ તે વડોદરા (Vadodara) માં જે રીતે પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો તે જ રીતે તેણે નેપાળમાં પણ બનાવટી પાસપોર્ટ બનાવ્યા બાદ તે નેપાળથી સીધો હોંગકોંગ રવાના થઇ ગયો હતો.

જો કે, રિચાર્ડ (Rechard) જ્યારે ફરાર થયો ત્યારે વડોદરા પોલીસે (Vadodara Police) તેના વિરુદ્ધ લૂકઆઉટ નોટિસની કાર્યવાહી કરેલી હોવાના કારણે રિચાર્ડ હોંગકોંગ એરપોર્ટ (Hong Kong Airport) પર જ તેના ફોટાના આધારે ઝડપાઇ ગયો હતો અને ઇન્ટરપોલને આ બાબતની જાણ ભારત ઇન્ટર પોલ (સી.બી.આઇ.)ને કરી હતી.

હોંગકોંગ (Hong Kong) પોલીસની પ્રાથમિક તપાસમાં રિચાર્ડ (Rechard) નો પ્લાન હોંગકોંગથી તે બાય રોડ ચાઇના પહોંચવા માંગતો હતો અને એટલે જ તે કેનેડામાં રહેતી તેની પત્ની પાસે જવાના બદલે તેણે ચાઇના જવાનું પસંદ કર્યું હતું. મની લોંડરિંગ કેસમાં રિચાર્ડ પકડાઇ જતાં તેને 4 વર્ષની 4 મહિનાની સજા થઇ હતી. તે અંગે જાણ થતાં તેને ભારત લાવવા માટે પ્રપોઝલ મોકલવામાં આવ્યું હતું. 

જે આધારે આરોપીની સજા પૂર્ણ થતાં આરોપીને ભારતને સોંપવાનો હુકમ કર્યો હતો. જે હુકમ સામે રિચાર્ડે હોંગકોંગ (Rechard) માં એસ.એ.આરમાં અપીલ ફાઇલ કરી હતી જેને ડીસમીસ કરવામાં આવતા કોંસ્ટુલેટ જનરલ હોંગકોંગ (Rechard) તરફથી ભારતીય અધિકારીઓને ક્ષી જીંગ ફેન્ગ ઉર્ફે રિચાર્ડનો કબજો સોંપવા માટે એસ્કોર્ટ તરીકે બે અધિકારીઓને હોંગકોંગ (Rechard) મોકલવા માટે જાણ કરી હતી. જેથી ક્રાઇમ બ્રાંચના બે અધિકારીને મોકલવામાં આવ્યા હતા. જે અધિકારીઓએ આજે કબજો મેળવી હોંગકોંગથી પરત ફર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news