પાટણના પીપરાળા ગામમાં ગંદુ પાણી પીવા મજબૂર બન્યા ગામલોકો, ઘરમાં નળ પહોંચ્યા પણ પાણી નહીં

પાટણ જિલ્લામાં દર વર્ષે ઉનાળાની શરૂઆતે પાણીની  પારાયણ શરૂ થઇ જવા પામે છે. અનેક રજૂઆતો છતાં છેવાડાના તાલુકાઓમાં આજે પણ પીવાના પાણી માટે ભારે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે.

પાટણના પીપરાળા ગામમાં ગંદુ પાણી પીવા મજબૂર બન્યા ગામલોકો, ઘરમાં નળ પહોંચ્યા પણ પાણી નહીં

પાટણઃ પાટણ જિલ્લામાં ઉનાળાની શરૂઆત થવાની સાથે જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં પાણીની પારાયણ શરુ થઇ ગઈ છે. જિલ્લાના સાંતલપુર તાલુકામાં પીપરાળા ગામે છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળાના સમયે પાણી ભારે તકલીફ ઉભી થાય છે. અનેક રજુઆત છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. સાથે નળ સે જળ યોજના અંતર્ગત ગામમાં માત્ર પાઇપ લાઈન નાખવામાં આવી છે, પણ પાણી હજુ આવ્યું નથી. જેને લઇ મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હવે જો પાણી નહિ મળે તો આગામી વિધાનસભા 2022ની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી.  

પાટણ જિલ્લામાં દર વર્ષે ઉનાળાની શરૂઆતે પાણીની  પારાયણ શરૂ થઇ જવા પામે છે. અનેક રજૂઆતો છતાં છેવાડાના તાલુકાઓમાં આજે પણ પીવાના પાણી માટે ભારે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. જિલ્લાના છેવાડા સાંતલપુર તાલુકાના પીપરાળા ગામમાં પીવાનું પાણી મેળવવા માટે મહિલાઓએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગામ તળાવ તો છે પણ પાણી વિના સૂકું ભઠ બની રહેવા પામ્યું છે. કુવા ખાલી ખમ છે. ત્યારે પીવાના પાણી મેળવવા માટે ગામ તળાવમાં ગંદા પાણીના ભરાયેલ ખાબોચિયામાંથી પાણી ભરવા મહિલાઓ મજબુર બની છે.

પીપરાળા ગામમાં  આવેલ ગામ તળાવ ખાલી ખમ છે. જેને લઇ પાણી માટે મહિલાઓને બેડા માથે ઉંચકી આમથી તેમ ભટકવાનો વારો આવ્યો છે. તો ગામમાં જે વ્યક્તિ સક્ષમ છે તે રૂપિયા 1200 ખર્ચી પાણીના ટેન્કર મંગાવી રહ્યા છે. તો જે પરિવાર આર્થિક રીતે સક્ષમ નથી તેમણે પાણીની શોધ માટે માથે બેડા ઉંચકી આસપાસના વિસ્તારમાં કુવા કે તળાવ  શોધવાની ફરજ પડી રહી છે. જ્યાં પાણી મળે ત્યાંથી પાણી મેળવી રહ્યા છે.

પાટણ જિલ્લામાં નળ સે જળની કામગીરી 100 ટકા પૂર્ણ કરી હોવાના દાવા સરકાર કરી રહી છે. પરંતુ હકીકત અલગ છે. નળ સે જળ મળ્યું હોવાના પોકળ દાવા જિલ્લા વહીવટી તંત્ર કરવામાં આવી રહ્યા છે ,પણ વાસ્તવિકતા કાંઈક અલગ જ જોવા મળી રહી છે. પીપરાળા ગામ સુધી નળ સે જળ યોજાનીની પાઇપ લાઈન નાખવામાં આવી છે. પણ છેલ્લા બે થી ત્રણ મહિના વીતી ગયા પણ હજુ પાણીનું જોડાણ આપવામાં આવ્યું નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news