આ વીડિયો ન જોતા ! ગાંધીનગર સિવિલના સિનિયર ડોક્ટરે મહિલાને થેલા સહિત 50 ફૂટ ઢસડી
Trending Photos
ગાંધીનગર: શહેરની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પાથરણુ પાથરીને હાથ રૂમાલ, મોઝા અને નાના બાળકોના બાળોતીયા જેવા કપડા વહેંચતી એક વિધવા મહિલા સાથે સિવિલનાં તબીબોએ કરેલું અમાનવીય વર્તન જોઇને કોઇ પણ સામાન્ય માણસ થથરી જાય. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તબીબ જેવા ભણેલી ગણેલ વ્યક્તિના આવા વર્તનથી લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. ડોક્ટરનું નિવેદન લઇને આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
ગાંધીનગર GEB કાચા છાપરામાં રહેતા ઝરીનાબેન સુભાન કટિયા નામની વિધવા મહિલા સિવિલ ખાતે પાથરણું પાથરી હાથ રૂમાલ અને અન્ય કપડાઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. 21 ઓગસ્ટે પણ ઝરીના બહેન પોતાની દિનચર્યા અનુસાર અહીં આવીને પોતાનું પાથરણું લગાવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં વેપાર ધંધો કરવા પર પ્રતિબંધ છે. સિવિલ હોસ્પિટલ ઓર્થોપેડિક વિભાગના હેડ ડૉ.વિકી પરીખ આવ્યા હતા. મહિલા સાથે માથાકુટ કરી થેલો ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ઝરીનાબેન પોતાનો થેલો પકડી રાખતા ડોક્ટર વિકી પરીખે થેલા સાથે ઝરીનાબેનને 50 ફુટ સુધી ઢસડ્યા હતા. ડોક્ટરનું આ કૃત્ય જોઇને આસપાસ હાજર લોકો પણ થોડા સમય માટે ડઘાઇ ગયા હતા.
ભોગ બનનારી મહિલાના અનુસાર સિવિલના દરવાજે બેસીને નાનકડી વસ્તુઓ વેચીને મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. જો કે વરસાદ પડતો હોવાનાં કારણે હું ગેટના છાપરા નીચે આવી ગઇ હતી. ત્યારે અચાનક પરીખ સાહેબ આવ્યા અને મારી સાથે ગેરવર્તણુંક ચાલુ કરી હતી. ત્યાર બાદ ઉશ્કેરાઇને તેમણે મારો થેલો ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મે થેલો નહી છોડતા તેઓ થેલા સહિત મને પણ ઢસડવા લાગ્યા હતા. 50 ફુટ જેટલી ઢસડી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે