જુનાગઢનો કોટેચા પરિવાર ખરા અર્થમાં કરે છે લક્ષ્મી પૂજા, ઘરની મહિલાઓનું કરે છે સન્માન

દીપાવલી પર્વમાં લક્ષ્મી પૂજાનું અનેરું મહત્વ હોય છે. ત્યારે જુનાગઢ (junagadh) ના કોટેચા પરિવાર ખરા અર્થમાં લક્ષ્મી પૂજન કરે છે. છેલ્લા 30 વર્ષથી આ પરિવારની પરંપરા રહી છે કે, પરિવારની તમામ મહિલાને આરતી ઉતારીને દીવાળી (Diwali) ના દિવસે પૂજન કરવામાં આવે છે.
જુનાગઢનો કોટેચા પરિવાર ખરા અર્થમાં કરે છે લક્ષ્મી પૂજા, ઘરની મહિલાઓનું કરે છે સન્માન

ભાવિન ત્રિવેદી/જૂનાગઢ :દીપાવલી પર્વમાં લક્ષ્મી પૂજાનું અનેરું મહત્વ હોય છે. ત્યારે જુનાગઢ (junagadh) ના કોટેચા પરિવાર ખરા અર્થમાં લક્ષ્મી પૂજન કરે છે. છેલ્લા 30 વર્ષથી આ પરિવારની પરંપરા રહી છે કે, પરિવારની તમામ મહિલાને આરતી ઉતારીને દીવાળી (Diwali) ના દિવસે પૂજન કરવામાં આવે છે.

એક તરફ પરિવાર તૂટતા જાય છે, તો બીજી તરફ મહિલાઓને લક્ષ્મીનું સ્વરૂપ તરીકે જોવામા આવે છે. જૂનાગઢના ભાજપના આગેવાન અને પૂર્વ ડે.મેયર ગીરીશભાઈ કોટેચાના ઘરે વર્ષોથી પરંપરા ચાલી આવે છે કે, દિવાળીના દિવસે પરિવારના મોભી દ્વારા દીકરી, પુત્રવધુ હોય કે પત્ની તમામનું પૂજન કરવામાં આવે છે. લક્ષ્મી તરીકે મહિલાઓને સન્માન આપીને કોટેચા પરિવાર આરતી ઉતારી તેમને પગે લાગે છે અને તેઓનું પૂજન કરે છે.

આજે કોટેચા પરિવાર મહિલાઓનું પૂજન કરીને અન્ય સમાજને નવી રાહ ચીંધી છે. બીજી તરફ પ્રધાનમંત્રી બેટી બચાવ અને બેટી પઢાવોની સાથે સમાજમાં મહિલાઓને સન્માન મળે તે દિશામાં કામ કરે છે, ત્યારે કોટેચા પરિવાર છેલ્લા 30 વર્ષથી ઘરની મહિલાઓનું પૂજન કરીને તેમને ઘરની લક્ષ્મી માને છે.

No description available.

આજના સમયમાં પરિવાર નાનો થતો જાય છે. એવા સમયે કોટેચા પરીવાર મહિલાઓનું સન્માન કરે છે અને કોટેચા પરિવારની મહિલાઓ પણ આ પરંપરાનું ગૌરવ અનુભવે છે. પરિવારના ગીતાબેન કોટેચાનું કેહવું છે કે, આજે દીપાવલી પર્વમાં ઘરે ઘરે લક્ષ્મી પૂજા થાય છે. પણ ખરા અર્થમાં તમારા ઘરમાં રહેતી પત્ની અને પુત્રવધુ સાથે દીકરીઓને સન્માન મળે તે જ સાચી લક્ષ્મી કહેવાય છે. ત્યારે કોટેચા પરિવાર દીપાવલી પર્વે અનોખી રીતે ઉજવીને દરેક પરિવાર એક બને તેવો અનોખો સંદેશ આપે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news