અમદાવાદ મ્યુનિ.કમિશનર અને BJP શાસકો વચ્ચે શીતયુધ્ધ ચરમસીમાએ, બેઠકમાં થયો ભારે હોબાળો
આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) માં વહીવટી તંત્ર અને શાસક પક્ષ વચ્ચે ચાલતો આંતરિક ખટરાગ સપાટી પર આવી ગયો. નવાપશ્ચિમ ઝોનની બોડકદેવ ઝોનલ ઓફીસ ખાતે વિસ્તારના પ્રાથમિક સમસ્યાના પ્રશ્નોની ચર્ચા કરવા મળેલી રિવ્યુ મિટીંગમાં ભારો હોબાળો મચી ગયો. જ્યાં વેજલપુર અને જોધપુરના ભાજપ (BJP) ના કોર્પોરેટરોએ તેમના વિસ્તારમાં લાંબા સમયથી મંજૂર થયેલા રોડ ન બનતા હોવાની રજૂઆત કરી હતી. જેની સામે કમિશનરે આ બન્ને સભ્યોને સંતોષકારક જવાબ ન આપતા મામલો વધુ ગરમાયો હતો.
Trending Photos
અર્પણ કાયદાવાલા, અમદાવાદ: આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) માં વહીવટી તંત્ર અને શાસક પક્ષ વચ્ચે ચાલતો આંતરિક ખટરાગ સપાટી પર આવી ગયો. નવાપશ્ચિમ ઝોનની બોડકદેવ ઝોનલ ઓફીસ ખાતે વિસ્તારના પ્રાથમિક સમસ્યાના પ્રશ્નોની ચર્ચા કરવા મળેલી રિવ્યુ મિટીંગમાં ભારે હોબાળો મચી ગયો. જ્યાં વેજલપુર અને જોધપુરના ભાજપ (BJP) ના કોર્પોરેટરોએ તેમના વિસ્તારમાં લાંબા સમયથી મંજૂર થયેલા રોડ ન બનતા હોવાની રજૂઆત કરી હતી. જેની સામે કમિશનરે આ બન્ને સભ્યોને સંતોષકારક જવાબ ન આપતા મામલો વધુ ગરમાયો હતો. એવું કહેવાય છેકે વેજલપુરના ભાજપના ધારાસભ્ય દિલીપ બગરીયા સાથે તેમને બબાલ થઈ હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મ્યુનિસિપલ કમિશનર (Municipal Commissioner) વિજય નેહારાએ ઇંગ્લીશ શબ્દપ્રયોગ કરી ભાજપના સભ્યની સાથે ભારે અશોભનિય વર્તન કર્યુ હોવાનું પણ સામે આવી રહ્યુ છે. જેને પગલે ભાજપના તમામ સભ્યોએ ઉભા થઇને કમિશનરના આ પ્રકારના વર્તન સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ભાજપના સભ્યોનો રોષ જોઇને કમિશ્નર સહીતના અધિકારીઓ બેઠક અધૂરી મૂકીને જતા રહ્યા હોવાની પણ માહિતી મળી રહી છે. સાથે જ સમગ્ર મામલો ભાજપના અગ્રણી નેતા, શહેર પ્રભારી તેમજ પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ (કાકા) પાસે પહોંચ્યો છે અને કમિશ્નરની વહેલી તકે બદલી કરવાની પણ માંગ કરાઇ હોવાનુ જાણવા મળી રહ્યુ છે.
મળતી માહિતી મુજબ આ મામલો મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી પહોંચ્યો છે. વિધાનસભા સત્ર પૂરું થયા બાદ AMC શાસકોને ગાંધીનગરનું તેડું પણ આવી શકે છે.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ફક્ત ભાજપના કોર્પોરેટર જ નહી, પરંતુ મેયર અને ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન , શાસક પક્ષ નેતા અને દંડક સહીતના મુખ્ય પાંચ હોદ્દેદારોનું પણ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા સામે શીતયુધ્ધ ચાલી રહ્યુ છે. કોર્પોરેશન તંત્રમાં એ પણ ચર્ચાઓ છે કે શહેરના કોઇપણ મોટા પ્રોજેક્ટના અમલીકરણ કરતા પહેલા કમિશનર આ શાસકોને વિશ્વાસમાં જ નથી લેતા. હાલમાં સીજી રોડ નવીનીકરણ પ્રોજેક્ટ, જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ જેવા મુદ્દે પણ કમિશ્નરે શાષકોને કોઇજ માહિતી આપી ન હતી.
મહત્વનું છે કે કમિશનરના આ પ્રકારના વર્તનની કેટલીય વાર ભાજપમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ મ્યુનિસિપલ કમિશનર પર મુખ્યમંત્રીની સીધી સૂચનાથી નિમણૂંક થઇ હોવાથી કમિશનર ભાજપના નેતાઓને તેમનું સ્થાન બતાવી દે છે .
આવતા વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે. તેવામાં શાસક પક્ષનો વહીવટી વડા સાથેનો વિખવાદ જે રીતે જાહેરમાં આવી ગયો છે, તેને જોતા ભાજપના વિકાસલક્ષી કાર્યોના અમલીકરણના એજન્ડા ઉપર મોટી અસર કરી શકે છે. ત્યારે જોવાનું છે કે આ વિવાદ બાદ કોનો હાથ ઉપર રહે છે..... કમિશ્નરનો કે ભાજપી શાષકોનો...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે