હાર્દિકે કરોડોમાં પાસ કન્વીનરો વેચાયા હોવાનો લગાવ્યો હતો આરોપ, દિનેશ બાંભણિયા ફરિયાદ નોંધાવશે

પાસ કન્વીનર હાર્દિક પટેલે દાવો કર્યો છે કે આંદોલનકારીઓને ખરીદવાની જવાબદારી સુરતના ઉદ્યોગપતિ બટુક મોવલિયા,મુકેશ ખેની અને વિમલ પટેલને સોંપાઈ હતી

હાર્દિકે કરોડોમાં પાસ કન્વીનરો વેચાયા હોવાનો લગાવ્યો હતો આરોપ, દિનેશ બાંભણિયા ફરિયાદ નોંધાવશે

અમદાવાદ: ભાજપે આંદોલન તોડી પાડવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતીના કેટલાક કન્વીનરોને ખરીદી લીધા હોવાનો દાવો કરતો એક વીડિયો વાઇરલ થતા ફરી એકવાર ગુજરાત અને પાટીદાર સમાજની રાજનીતિ ગરમાઇ ગઇ છે. આ વીડિયો વાઇરલ થતાની સાથે જ ફરી એકવાર હાર્દિક પટેલ સરકાર પર આરોપો લગાવ્યા હતા. હાર્દિકે કહ્યું હું તો પહેલાથી જ કહેતો આવ્યો છું કે સરકાર દ્વારા આંદોલન તોડી પાડવા માટે કેટલાક કન્વીનરને ખરીદી લેવામાં આવ્યા હતા. જેથી તે લોકો ભાજપ સરકારનાં હાથા તરીકે કામ કરી રહ્યા હતા. ગઇકાલે હાર્દિક પટેલે લગાવેલા આરોપોને લઇને દિનેશ બાભણિયા અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવશે. હાર્દિક પટેલે મને બદનામ કરવાનું ષડયંત્ર કર્યું છે. 

હાર્દિક લગાવ્યા હતા આરોપો
પાટીદાર સમાજના અગ્રણીઓના 2 વીડિયો વાઈરલ થયા છે.ત્યારે પાસ કન્વીનર હાર્દિક પટેલે દાવો કર્યો છે કે આંદોલનકારીઓને ખરીદવાની જવાબદારી સુરતના ઉદ્યોગપતિ બટુક મોવલિયા,મુકેશ ખેની અને વિમલ પટેલને સોંપાઈ હતી. તો નીતિનભાઈ પટેલના ખાસ મનસુખ પટેલ,સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયા અને વિશ્વ ઉમિયાધામના પ્રમુખ સી.કે.પટેલને જવાબદારી સોંપાઈ હતી. સાથે જ ભાજપે ખરીદેલા આંદોલનકારીઓને કેટલા રૂપિયામાં ખરીદ્યા તેનો પણ હાર્દિકે દાવો કર્યો છે. જેમાં રેશ્મા પટેલ 4 કરોડ,વરુણ પટેલ 6 કરોડ,ચિરાગ પટેલ 2 કરોડ,કેતન પટેલ 3 કરોડ, દિનેશ પટેલ 8 કરોડ,નલિન કોટડિયા 13 કરોડ,રવિ પટેલ 2 કરોડ,કેતન કાંધલ 2 કરોડ,દિલીપ સાબવા 4 કરોડ અને વિજય મંગુકિયાને 2 કરોડમાં ખરીદ્યા હોવાનો દાવો કર્યો છે.

ભાજપે ખરીદેલા આંદોલનકારીઓ ના ભાવ
રેશ્મા- ૪ કરોડ ( હાલ ભાજપમાં )
વરુણ- ૬ કરોડ ( હાલ ભાજપમાં પ્રવક્તા )
ચિરાગ- ૨ કરોડ ( હાલ ભાજપમાં )
કેતન-૩ કરોડ ( હાલ ભાજપ માં અને રાજદ્રોહ કેસ માં સરકારનો સાક્ષી )
દિનેશ- ૮ કરોડ ( આંદોલનમાં છું એમ કહીને આંદોલન તોડવાનું )
નલિન કોટડીયા- ૧૩ કરોડ ( હાલ ભાજપમાં )
રવિ હિંમતનગર-૨ કરોડ ( હાલ ભાજપમાં )
કેતન કાંધલ જૂનાગઢ- ૨ કરોડ ( હાલ ભાજપમાં )
દિલીપ સાબવા- ૪કરોડ( હાલ એનસીપી માં અને અને આંદોલનમાં છું એમ કહીને આંદોલન તોડવાનું )
વિજય મંગુકિયા સુરત- ૨ કરોડ ( હાલ ભાજપમાં )

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news