હીરા ઉદ્યોગ ફરી ચમક્યો, ડાયમંડ અને જ્વેલરીની ડિમાન્ડમાં થયો વધારો

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે સુરતના હીરા ઉદ્યોગમાં ડાયમંડના કટ એન્ડ પોલિશિંગમાં બ્રેક લાગી ગઈ હતી પરંતુ હવે જ્યારે ડાયમંડ અને જ્વેલરીની ડિમાન્ડમાં વધારો થયો છે તેને કારણે હીરા ઉદ્યોગ ધીમે ધીમે મંદીમાંથી બહાર આવી રહ્યો છે. ખાસ કરીને દિવાળીના ઓર્ડર મળવા માંડતાં મોટી રાહત થઈ છે. મહત્વનું છે કે ગત વર્ષે ડિસેમ્બર મહિના બાદ ઉનાળાની સિઝન સુધી ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં કામકાજ પર સામાન્ય રીતે બ્રેક લાગતી હોય છે. 
હીરા ઉદ્યોગ ફરી ચમક્યો, ડાયમંડ અને જ્વેલરીની ડિમાન્ડમાં થયો વધારો

તેજસ મોદી, સુરત: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે સુરતના હીરા ઉદ્યોગમાં ડાયમંડના કટ એન્ડ પોલિશિંગમાં બ્રેક લાગી ગઈ હતી પરંતુ હવે જ્યારે ડાયમંડ અને જ્વેલરીની ડિમાન્ડમાં વધારો થયો છે તેને કારણે હીરા ઉદ્યોગ ધીમે ધીમે મંદીમાંથી બહાર આવી રહ્યો છે. ખાસ કરીને દિવાળીના ઓર્ડર મળવા માંડતાં મોટી રાહત થઈ છે. મહત્વનું છે કે ગત વર્ષે ડિસેમ્બર મહિના બાદ ઉનાળાની સિઝન સુધી ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં કામકાજ પર સામાન્ય રીતે બ્રેક લાગતી હોય છે. 

આ દરમિયાન કેટલાક હીરા કારખાનાઓમાં વેકેશન પણ રાખવામાં આવે છે. જો કે યુક્રેન અને રશિયાના યુદ્ધને કારણે સુરતના હીરા ઉદ્યોગ પર વિપરીત અસર જોવા મળી રહી હતી. ભારતમાં હીરાની રફની જે આયાત થાય છે તેમાંથી 30 ટકા રફ રશિયાથી મંગાવવામાં આવે છે. યુક્રેન અને રશિયા યુદ્ધને કારણે અમેરિકાના ડાયમંડ ખરીદારોએ પોતાનો વિરોધ નોંધાવી જાહેરાત કરી હતી કે, રશિયાની રફમાંથી બનેલા હીરા ખરીદવામાં આવશે નહીં. જેના કારણે પણ સુરતના હીરા ઉદ્યોગકારો દ્વારા પ્રોડક્શન પર કાપ મુકવામાં આવ્યો હતો. પરંતુ હવે સ્થિતિમાં સુધારો થયો છે અને રફનો શોર્ટ સપ્લાય હતો તે પણ પુરો થઈ ગયો છે. 

બીજી તરફ સ્થાનિક હીરા ઉદ્યોગકારો દ્વારા દિવાળીના ઓર્ડર પુરા કરવા માટે પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના હીરા ઉદ્યોગની સાથે સાથે જ્વેલરી ઉદ્યોગમાં પણ હાલમાં તેજી જોવા મળી રહી છે. જ્વેલરી ઉદ્યોગકારોને અમેરિકા સહિત અલગ અલગ દેશોમાંથી મોટા પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. જીજેઈપીસીના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયાનું કહેવું છે કે રશિયા અને યુક્રેનના યુદ્ધની અસર પણ સુરતના હીરા ઉદ્યૌગ પર જોવા મળી રહી હતી. પરંતુ હવે ડાયમંડ ઈન્ડસ્ટ્રી પાટા પર આવી રહી છે. 

દિવાળી સહિતના ઓર્ડરોની તૈયારીઓ હીરા વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. સાથે નવું કામ પણ ઉદ્યોગકારોને મળી રહ્યું છે. ભારતનું એક્સપોર્ટ પણ વધ્યું છે. આમ આગામી દિવસોમાં કામકાજ વધશે. વર્ષ 2021 અને 2022માં 68000 કરોડનું એક્સપોર્ટ કરવામાં આવ્યું છે. અગાઉ આ વેપાર ચાઇના મારફતે કરવામાં આવતો હતો, પરંતુ કોરોનાકાળથી આ એક્સપોર્ટ  ભારત પ્રત્યક્ષ રીતે કરી રહ્યું છે. ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે ભારતના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને લાભ થઈ રહ્યો છે
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news