ઢબુડી માતાએ ધરપકડથી બચવા કરી આગોતરા જામીન અરજી, 6 સપ્ટેમ્બરે સુનાવણી
ધર્મના નામે ધતિંગ કરીને પોતાને ઢબુડી મા બની ને ફરતો ધનજી ઓડે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. આ મામલે ધનજી ઓડે ધરપકડથી બચવા માટે અગોતરા જામીન અરજી કરી છે. જોકે આ અરજીને લઇને આગામી 6 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધવામાં આવશે
Trending Photos
હિતલ પારેખ, ગાંધીનગર: ધર્મના નામે ધતિંગ કરીને પોતાને ઢબુડી મા બની ને ફરતો ધનજી ઓડે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. આ મામલે ધનજી ઓડે ધરપકડથી બચવા માટે અગોતરા જામીન અરજી કરી છે. જોકે આ અરજીને લઇને આગામી 6 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધવામાં આવશે. ત્યારે આ સુનાવણી ગાંધીનગર કોર્ટમાં થશે.
ઢોગીં ઢબુડી મા સામે પેથાપુરના એક પીડિતે અરજી દાખલ કરાવી છે. જેને લઇ ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પીડિતે અરજીમાં જણાવ્યું છે કે, ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડના કહેવાથી કેન્સર ગ્રસત પુત્રની દવા બંધ કરી દીધી હતી અને તેનું મોત થયું છે. જો કે, આ મામલે પીડિત વ્યક્તિએ જન વિજ્ઞાન જાથા સાથે મળીને અવાજ ઉઠાવ્યો છે. ત્યારે પીડિત વ્યક્તિએ કરેલી અરજી બાદ ધરપકડથી બચવા માટે ધનજી ઓડેએ ગાંધીનગર કોર્ટમાં અગોતરા જામીન અરજી દાખલ કરાવી છે. જેને લઇને આગામી 6 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ધર્મના નામે ધતિંગ કરનાર ઢબુડી મા મામલે એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલે સામે આવ્યું છે કે, ઢબુડી મા અને તેના સેવકો લોકો પાસે પૈસા હતા. ઢબૂડી માતાની ઘરે પધરામણી કરાવી હોઈ તો પૈસાની માગ કરવામાં આવતી હતી. ઘરે પધરામણીના 50,૦૦૦થી લઇ લાખો રૂપિયા માગતા હતા. તો બજી તરફ હાથીજણમાં ગાદીના કાર્યક્રમમાં 47 લાખ માગ્યાની ચર્ચા ચાલી રહી છે.
તો બીજી તરફ ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ પર ધર્મના નામે ધતિંગ કરવાના અને ભક્તો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેવાનો આરોપ છે. ત્યારે ઢબુડીના માતાના ભક્તો ઢબુડી માતાને બચાવવા મેદાને આવ્યા છે. સુરતમાં ઢબુડી માતાના ભક્તો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે, ઢબુડી માતા પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ ખોટા છે. આ ભક્તોએ એમ પણ કહ્યું કે, માતાએ કેન્સરનો પણ ઈલાજ કર્યો છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે