સુરત ગ્રામ્યના માંડવી પોલીસ સ્ટેશનના PSI આઇ.એમ.ઝાલાને DGPએ કર્યા સસ્પેન્ડ
રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયા દ્વારા આજ રોજ એક પી.એસ.આઇ.ને સસ્પેન્ડ કરવામાં આવેલ છે.
Trending Photos
ગાંધીનગરઃ દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઇપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહિ તેવો સંદેશ ગુનેગારોની સાથે સાથે સમગ્ર પોલીસ વિભાગને પણ આપવા માટે રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયા દ્વારા આજ રોજ એક પી.એસ.આઇ.ને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. તા. ૦૬/૧૨/૨૦૨૦ના રોજ સુરત ગ્રામ્યના માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પુના ગામ ખાતે રાજ્યની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા એક પ્રોહીબીશન અંગેની એક રેઇડ કરવામાં આવી હતી.
આ રેઇડમાં કુલ આશરે રૂા. ૪૬.૦૩ લાખની કિંમતનો ગેરકાયદેસરનો દારૂનો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ હતો. આ રેઇડના અનુસંધાને પ્રોહીબિશનની પ્રવૃત્તિની બાતમી મેળવવામાં તેમજ આવી પ્રવૃત્તિ રોકવાની નિષ્ફળતા બદલ ડી.જી.પી.દ્વારા આજરોજ માંડવી પોલીસ સ્ટેશનના PSI આઇ.એમ.ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે