રાજ્યના ડીજીપીની કડક કાર્યવાહી, બે પોલીસ ઇન્સપેક્ટરને કર્યા સસ્પેન્ડ
સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ ડીજીપીએ અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઇ અને સુરતના સચિન પોલીસ સ્ટેશનના પીઆઇ ને કરાયા સસ્પેન્ડ કર્યા છે.
Trending Photos
જાવેદ સૈયદ/અમદાવાદ: રાજ્યમાં દારૂ અને જુગારના કિસ્સાઓમાં વધારો થતા રાજ્યના ડીજીપી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ ડીજીપીએ અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઇ અને સુરતના સચિન પોલીસ સ્ટેશનના પીઆઇ ને કરાયા સસ્પેન્ડ કર્યા છે.
ગત તા 16/12/2018ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અમદાવાદ શહેરના ગાયકવાડી હવેલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રાયખડ વિસ્તારમાં ચાલી રહેલ એક જુગારધામ ઉપર રેડ કરવામાં આવેલી અને તેમાં કુલ 7 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ હતો અને 45 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી.
પોતાના વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ ડામવામાં નિષ્ફળ નિવડેલ હોવાથી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર વી.જી.રાઠોડને આજ રોજ ડી.જી.પી દ્વારા તાત્કાલીક અસરથી ફરજ મોકુફ કરવામાં આવેલ છે. તેવી જ રીતે તા. 15/12/2018ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સુરત શહેરના સચીન પોલીસ સ્ટેશનની હદમાં એક પ્રોહીબીશનની રેઇડ કરવામાં આવી હતી.
સુરતમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સચિન પોલીસ્ટેશન વિસાતરમાં મોટી રેડ કરીને મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. તેમાં કુલ 16.5 લાખથી પણ વધુનો દારૂનો મુદ્દામાલ કબ્જે કરવામાં સચીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.જે.ગોહીલને આજ રોજ ડી.જી.પી દ્વારા તાત્કાલીક અસરથી ફરજ મોકુફ કરવામાં આવેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે