DPSની માન્યતા વિના 10 વર્ષ સુધી ઉઘરાવેલી ફી પરત લેવાની વાલીમંડળની માંગ

 નિત્યાનંદ આશ્રમનો વિવાદમાં ફસાયેલી હીરાપુરમાં આવેલી ડીપીએસ (DPS east) ની માન્યતા રદ્દ કરવામાં આવી છે, ત્યારે આ અંગે વાલીમંડળ દ્વારા રાજ્ય સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. વાલીમંડળનો આક્ષેપ છે કે સરકારે આશ્રમનો કબજો લીધો કે કેમ તે અંગે જણાવવું જોઇએ ? માન્યતાવગરની શાળાએ વાલીઓ પાસેથી 10 વર્ષ સુધી ઉઘરાવેલી કમરતોડ ફી પણ શાળાએ પરત કરવી જોઇએ. આ માટે સરકારે પહેલ કરવી જોઇએ.
DPSની માન્યતા વિના 10 વર્ષ સુધી ઉઘરાવેલી ફી પરત લેવાની વાલીમંડળની માંગ

અમદાવાદ : નિત્યાનંદ આશ્રમનો વિવાદમાં ફસાયેલી હીરાપુરમાં આવેલી ડીપીએસ (DPS east) ની માન્યતા રદ્દ કરવામાં આવી છે, ત્યારે આ અંગે વાલીમંડળ દ્વારા રાજ્ય સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. વાલીમંડળનો આક્ષેપ છે કે સરકારે આશ્રમનો કબજો લીધો કે કેમ તે અંગે જણાવવું જોઇએ ? માન્યતાવગરની શાળાએ વાલીઓ પાસેથી 10 વર્ષ સુધી ઉઘરાવેલી કમરતોડ ફી પણ શાળાએ પરત કરવી જોઇએ. આ માટે સરકારે પહેલ કરવી જોઇએ.

અમદાવાદમાં વી.એસ હોસ્પિટલ તોડવા મુદ્દે હાઇકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો
સ્ટાફને છુટો કરી વહીવટી ચોપડા સરકાર પોતાના હસ્તક લે
વાલી મંડળ દ્વારા જણાવાયું કે, ડીપીએસ સ્કુલની માન્યતા રદ કરવા છતા હજી સુધી સરકાર કોઇ પગલા લેતી નથી. સ્કુલ વાલીઓને સાથે રાખીને ફરીથી શાળા સંચાલનનો પ્રયાસ કરી રહી છે, ત્યારે શા માટે ડીઇઓ તક્ષા શિક્ષણ મંત્રાલય સ્કુલનાં શિક્ષકો તથા સ્ટાફને છુટા કરવા અને નોકરીમાંથી બરતરફ કરવા અને સ્કુલના વહીવટી ચોપડા સરકાર હસ્તક લેવા. 10 વર્ષથી માન્યતા વગર જે ફી ઉઘરાવવામાં આવી છે તેનો કરોડો હિસાબ થાય છે. તે વાલીઓને રકમ પાછી આપવાની જવાબદારી સરકારની તથા ટ્રસ્ટીઓની છે. વિદેશ ન ભાગી જાય તે માટે તેમનાં પાસપોર્ટ પણ જપ્ત કરી લેવા જોએ. 

Big Breaking: SITના અહેવાલ બાદ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવામાં આવી
સરકાર તમામ વિદ્યાર્થીઓને DEO મારફતે બીજી સ્કુલમાં એડમિશન અપાવે
હાલ ડીપીએસની માન્યતા મળેલી નથી અને શાળાની જમીન પણ શિક્ષણનાં હેતુથી લેવાઇ છે કે કેમ તેના અંગે વિવાદ છે. આશ્રમની જગ્યાનો સરકારે કબ્જો લીધો કે કેમ તેની સ્પષ્ટતા કરવી જોઇએ. વાલી મંડળ ઇચ્છે છે કે સરકાર તમામ વિદ્યાર્થીઓને ડીઇઓ મારફતે બીજી સ્કુલમાં એડમિશન અપાવી દે અને ડીપીએસ સ્કુલમાં વહીવટી અધિકારીની નિમણુંક કરે. આ તમામ મુદ્દે સરકારે ગંભીર થવાની જરૂર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news