દિલ્હીના ઓક્સિજન પર ગુજરાતમાં દંગલ : સામસામે આવ્યા ભાજપ અને AAP ના નેતા

દિલ્હીના ઓક્સિજન પર ગુજરાતમાં દંગલ : સામસામે આવ્યા ભાજપ અને AAP ના નેતા
  • ભાજપના નેતા ભરત ડાંગરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યો
  • આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યુ કે, ભાજપ લોકોના મૃત્યુ પર ખોટુ ન બોલે.

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી સક્રિય બની છે. ગુજરાતમાં આપ અને ભાજપ સામસામે આવી ગયા છે. ભાજપના નેતા ભરત ડાંગરે દિલ્હીમાં ઓક્સિજનના ઉપયોગ પર કેજરીવાલ (Arvind Kejriwal) સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. સાથે જ આ મામલે ગુજરાત આપના નેતાઓ સામે આ મામલે સવાલો કર્યાં છે. ત્યારે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી (isudan gadhvi) એ તેનો જવાબ આપ્યો. 

No description available.

ભાજપના નેતાનો કેજરીવાલ પર ગંભીર આરોપ 
ભાજપના નેતા ભરત ડાંગરે (bharat danger) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે આરોપમાં કહ્યું કે, AAP ને કહ્યુ હતું કે, લાનત છે AAP પર. દિલ્હીમાં ઓક્સિજનની જમાખોરી કરી, લોકોના મોત પર જવાબદાર છે કેજરીવાલ. આ પર શું કહેશો ગુજરાતના આપના નેતા ઈસુદાન ગઢવી. ન્યાયપાલિકાથી ઓડિટ કરાવી લો. હવે સુપ્રીમ કોર્ટની ઓડિટ ટીમે રિપોર્ટ કરી છે કે, કેજરીવાલ સરકારે જરૂર કરતા ચાર ગણો વધુ ઓક્સિજનની માંગ કરી હતી. AAP ને અન્ય રાજ્યોનો હક છીનવી લેવાનો અધિકાર કોણે આપ્યો. ચાર ગણો ઓક્સિજનની માંગ પાછળ AAP નો શુ હેતુ હતો. 

ઈસુદાન ગઢવીનો જવાબ, મૃત્યુ પર રાજકારણ ન રમીએ 
આ મામલે જવાબ આપતા આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યુ કે, ભાજપ લોકોના મૃત્યુ પર ખોટુ ન બોલે. મનીષ સિસોદીયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ કે અમને આવો રિપોર્ટ આપ્યો નથી. છતા ભાજપ આવો દાવો કરે છે. તમે જ્યારે બંગાળમાં રેલી કરતા હતા ત્યારે દિલ્હીમાં રાતદિવસ ઓક્સિજનની વ્યવસ્થામાં પડ્યા હતા. હવે ઓક્સિજનના આક્ષોપે કરો છો. કેન્દ્ર સરકાર ઓક્સિજનના પૂરુ ન પાડવાને કારણે કેટલાય મોત થયા છે. ભાજપનો ખોટો પ્રોપગેન્ડા છે. મૃત્યુ પર રાજકારણ ન કરો. દિલ્હીની જનતાએ કેજરીવાલને બહુમતી આપી છે. છતા તેઓને કામ કરવા દેવાતા નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news