IPL 2023: ચેન્નઈ સુપર કિંગ્સની જીત બાદ વિવાદ!, એમએસ ધોની પર લાગ્યો મોટો આરોપ

CSK vs GT: ઈન્ડિયન્સ પ્રીમિયર લીગની પ્રથમ ક્વોલીફાયરમાં એમએસ ધોનીની આગેવાનીવાળી ચેન્નઈ સુપર કિંગ્સે 172 રનનો બચાવ કરીને ફાઇનલમાં પ્રવેશ કરી લીદો છે. આ દરમિયાન મેદાન પર એવી સ્થિતિ આવી જ્યારે માહોલ ગરમ થઈ ગયો હતો. 
 

IPL 2023: ચેન્નઈ સુપર કિંગ્સની જીત બાદ વિવાદ!, એમએસ ધોની પર લાગ્યો મોટો આરોપ

ચેન્નઈઃ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સને હરાવતા ચેન્નઈ સુપર કિંગ્સે 10મી વખત આઈપીએલના ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પરંતુ હવે કેટલાક લોકો એમએસ ધોની પર બેઈમાનીનો અને રમતની ભાવના સાથે રમવાનો આરોપ લગાવી રહ્યા છે. ઘણા પૂર્વ ભારતીય અને વિદેશી ક્રિકેટરોએ સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. હકીકતમાં આ મામલો ગુજરાત ટાઈટન્સની બેટિંગ દરમિયાન 16મી ઓવર પહેલાનો છે. જ્યારે રમત થોડો સમય માટે રોકાઈ હતી. ધોની, અમ્પાયર્સ અને ચેન્નઈના પ્લેયર્સ પિચના કિનારે ઉભા રહીને વાતચીત કરવા લાગ્યા. કોઈ સમજી શક્યું નહીં કે રમત કેમ શરૂ થઈ રહી નથી. 

હકીકતમાં વાત 15મી ઓવર બાદની છે, જ્યારે ગુજરાતને જીત માટે અંતિમ 5 ઓવરમાં 71 રનની જરૂર હતી અને તેની ચાર વિકેટ બાકી હતી. ક્રીઝ પર વિજય શંકર અને રાશિદ ખાન હતા. ધોનીએ પોતાના મુખ્ય બોલર જેમ કે દીપક ચાહર, રવીન્દ્ર જાડેજા અને મહીશ તીક્ષ્ણાની ચાર-ચાર ઓવર્સ પૂરી કરાવી દીધી હતી. હવે માહી પાસે માત્ર તુષાર દેશપાંડે અને મથીશ પથિરાનાનો વિકલ્પ બચ્યો હતો. અહીંથી વિવાદની શરૂઆત થઈ. 

Guess what Ms dhoni did for the next 4 minutes😭🤣 pic.twitter.com/n6KUfRhpjv

— 𝐒𝐞𝐫𝐠𝐢𝐨𝐂𝐒𝐊 (@SergioCSKK) May 24, 2023

લસિથ મલિંગાની જેમ સ્લિંગ એક્શનથી બોલિંગ કરનાર પથિરાનાની ત્રણ ઓવર બાકી હતી. પરંતુ તે છેલ્લી નવ મિનિટથી ફીલ્ડમાંથી બહાર હતો. તેવામાં બંને ફીલ્ડ અમ્પાયર ક્રિસ ગૈફની અને અનિલ ચૌધરીએ પથિરાનાને સીધી બોલિંગ કરવાની મંજૂરી ન આપી. નિયમો પ્રમાણે કાયદો 24.2.3  કહે છે કે જો કોઈ પ્લેયર આટ મિનિટથી વધુ સમય સુધી મેદાનની બહાર રહે છે તેણે આટલી મિનિટ ગ્રાઉન્ડ પર પસાર કરવાની હોય છે. ત્યાં સુધી બોલિંગ કે બેટિંગથી દૂર રાખવામાં આવશે. 

— Brad Hogg (@Brad_Hogg) May 24, 2023

ધોની 16મી ઓવરમાં ઓલરાઉન્ડર મોઈન અલી સાથે રમત શરૂ કરાવી શકતો હતો, પરંતુ તેણે મથીશ પથિરાનાની રાહ જોઈ. અમ્પાયર્સ અને વિરોધી ટીમે આ દરમિયાન કોઈ વાંધો ઉઠાવ્યો નહીં. અંતમાં ગુજરાત ટાઈટન્સની ટીમ માત્ર 157 રન બનાવી શકી. આઈપીએલ ઈતિહાસમાં પ્રથમવાર હાર્દિક પંડ્યાની ટીમ ઓલઆઉટ થઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news