વડોદરામાં વેક્સીનના ડીપ ફ્રીઝર આવ્યા, સૌથી પહેલા હેલ્થ વર્કર્સને અપાશે રસી

વડોદરામાં વેક્સીનના ડીપ ફ્રીઝર આવ્યા, સૌથી પહેલા હેલ્થ વર્કર્સને અપાશે રસી
  • વડોદરામાં કોરોનાની કામગીરીમાં સંકળાયેલા હોય તેવા કર્મચારીઓનું લિસ્ટ આરોગ્ય વિભાગને મોકલી અપાયું છે.
  • આ રસી પહેલા કોને આપવી તે માટે પણ કમિટિ બનાવવામાં આવી છે.

રવિ અગ્રવાલ/વડોદરા :ગુજરાતીઓને ટૂંક સમયમાં જ કોરોનાની વેક્સીન મળવાની છે. ત્યારે રાજ્ય સરકારે ગુજરાતની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લાના આરોગ્ય અમલદાર પાસે કોરોના વોરિયર્સ તરીકે ફ્રન્ટલાઈનમા કામ કરતા લોકો (corona warriors) ની યાદી માંગી છે. ત્યારે વડોદરા જિલ્લામાં 23000 લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવનાર છે. ત્યારે વડોદરામાં કોરોના વેક્સીન માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વેક્સીન (corona vaccine) માટે વડોદરામાં 25 ડીપ ફ્રીઝર આવ્યા છે. ગુજરાત સ્ટેટ મેડિકલ કોર્પોરેશન લિમિટેડના સ્ટોરમાં આ ડીપ ફ્રીઝર મૂકાયા છે. પહેલા તબક્કામાં 23470 હેલ્થ કર્મીઓને વેક્સીન અપાશે. તંત્રએ જિલ્લા અને તાલુકા ટાસ્ક ફોર્સ કમિટી બનાવી છે. જે મુજબ પહેલા ગ્રામીણ વિસ્તારોમાં વેક્સીન અપાશે, અને ત્યાર બાદમાં શહેરી વિસ્તારમાં વેક્સીન આપવાનું શરૂ કરાશે. 

આ પણ વાંચો : માંડવીના ગગજી પરિવારના 3 લોકોના અકસ્માતમાં મોત, હળવદ પાસે એમ્બ્યુલન્સ પલટી ખાઈ ગઈ અને...

કોરોના વોરિયર્સને સૌથી પહેલા રસી અપાશે 
વડોદરામાં કોરોનાની કામગીરીમાં સંકળાયેલા હોય તેવા કર્મચારીઓનું લિસ્ટ આરોગ્ય વિભાગને મોકલી અપાયું છે. ત્યારે આ રસી પહેલા કોને આપવી તે માટે પણ કમિટિ બનાવવામાં આવી છે. વડોદરામાં કોરોનાની રસી આપવા અંગે માઈક્રો પ્લાનિંગ શરૂ થઈ ગયું છે. વડોદરામાં સૌથી પહેલા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર્સ, પેરા મેડિકલ સ્ટાફને રસી આપવામાં આવશે. આ માટે 13 હજાર કર્મચારીઓની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. 

ગુજરાત સરકારનું માઈક્રો પ્લાનિંગ
તો બીજી તરફ, ગુજરાત સરકારે પણ કોરોનાની રસીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત સરકારે રસીના વિતરણને લઈને પ્લાનિંગ કરવાનું શરૂ કર્યું છે. ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. ગઈકાલે આ અંગે ગાંધીનગરમાં મહત્વની બેઠક મળી હતી, જેમાં છેક તાલુકા કક્ષાએ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ગુજરાત સરકાર આ અંગે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ કામ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news