ગુજરાતમાં એકસાથે 31 ડાયાલિસિસ સેન્ટરોનું લોકાર્પણ, નાગરિકોની સમસ્યા નિવારવા સરકાર કટિબદ્ધ
Trending Photos
અમદાવાદ : ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યના ૩૧ જેટલા “આધુનિક ડાયાલીસીસ સેન્ટરનું” વર્ચ્યુઅલી ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા નર્મદા જિલ્લાને આકાંક્ષી જિલ્લા તરીકે જાહેર કરાયો છે, ત્યારે જિલ્લાના પ્રજાજનોને ઘર આંગણે જ શ્રેષ્ઠતમ સુવિધાઓ મળી રહે તે હેતુસર મંત્રી ઋષિકેશ પટેલ તથા રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં દાહોદના દેવગઢ બારીયા ખાતેથી ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યના ૩૧ જેટલા “આધુનિક ડાયાલીસીસ સેન્ટરનું” વર્ચ્યુઅલી ઇ-લોકાર્પણ તેમજ રાજપીપલાની જનરલ હોસ્પિટલના હિમો ડાયાલીસીસ વિભાગની તકતીનું લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા, તબીબી સ્ટાફ, આરોગ્યકર્મીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
સિવીલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તાએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં સરકારની અનેકવિધ આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. રાજપીપલાના શહેરી તેમજ તાલુકા અને ગ્રામ્યકક્ષાના લોકોને પણ હવે સમયસર અને ઝડપથી હિમો ડાયાલીસીસની સારવાર ઉપલબ્ધ થશે. આ સુવિધા દ્વારા કિડનીના દરદીઓને બરોડા અથવા સુરત જવું પડતું હતું. તે હવે રાજપીપલાની જનરલ હોસ્પિટલ ખાતે સરળતાથી દરદીઓને સારવાર ઉપલબ્ધ થશે.
હવે રાજપીપળામાં આધુનિક ડાયાલિસીસ સેન્ટર દ્વારા કિડનીના દરદીઓનું વજન પલ્સ, બીપી, ટેમ્પરેચર, કોઇ નવા સિમ્ટોમ્પ, લેબોટરી રિપોર્ટની સુવિધા સુલભ બનશે. રાજપીપલાની જનરલ હોસ્પિટલ ખાતે હાલમાં હિમો ડાયાલીસીસ વિભાગમાં ત્રણ મશીન કાર્યરત છે. આજદિન સુધીમાં ૯૧૪૪ જેટલાં પુરૂષો અને ૨૩૨૨ જેટલી મહિલા દરદીઓ સહિત કુલ-૧૧,૪૬૬ જેટલા દરદીઓને હિમો ડાયાલીસીસની સારવાર આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે