આગામી સપ્તાહે રાજ્યની 8 પેટા ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શક્યતા
Trending Photos
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પરની પેટા ચૂંટણી ટુંક જ સમયમાં તારીખો જાહેર થાય તેવી શક્યતા છે. મોરબી, લીંબડી, ગઢડા, ડાંગ, અબડાસા, કપરાડા, ધારી અને કરજણ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે. કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન રાજીનામાં આપતા આ બેઠકો ખાલી પડી છે.
દરેક કેન્દ્ર પર માત્ર 1000 મતદારો જ ફાળવાશે
આગામી સમયમાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે આ ચૂંટણી કોરોના મહામારી વચ્ચે કઇ રીતે કરાવી શકાય તે અંગે વિચારણા ચાલી રહી છે. વધારે કેન્દ્રો પર ચૂંટણી કરાવવા અંગે વિચારણા ચાલી રહી છે. જેથી લોકોની ભીડ ઓછી થાય. સામાન્ય રીતે જેટલા કેન્દ્રો ફાળવવામાં આવતા હોય તેના કરતા બમણા કેન્દ્રો ફાળવાય જેથી દરેક કેન્દ્ર પરના મતદાતાઓની સંખ્યા અડધી થઇ જાય.
સભાઓ અને રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન
આ ઉપરાંત ઉમેદવારોએ ફોર્મ પણ ઓનલાઇન જ ભરવાના રહેશે. ઉમેદવારોએ પ્રચાર પ્રસાર દરમિયાન પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ફરજીયાત રીતે કરવું પડશે. ચૂંટણી અધિકારી જાહેર સભાની મંજુરી આપતા પહેલા જાત નિરિક્ષણ કરવું પડશે. જ્યારે રેલી દરમિયાન બે ગાડી જ રાખવાની રહેશે.
ટેમ્પરેચર ચેક કરીને જ મતદાતાને મતકુટરીમાં પ્રવેશ મળશે
મતદાન પુર્વે સમગ્ર મતદાન મથક સેનિટાઇઝ કરવાનું રહેશે. પોલીંગ બુથ પર પણ 1000 મતદાતાઓ જ મતદાન કરી શકશે. દરેક મતદાતાનું ટેમ્પરેચર ચેક કરીને જ અંદર જવા દેવામાં આવશે. જો ટેમ્પરેચર વધારે હશે તો તેમને અલાયદી રૂમમાં ખાસ મતદાન મથકમાં મતદાન કરાવાશે. મતદાન કરનારા મતદારોને ટોકન અપાશે. આ ઉપરાંત અહીં સેનિટાઇઝર, ગ્લવ્ઝની વ્યવસ્થા પણ કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે