ગાંધીજીના આ ચશ્માની થઈ ગઈ હરાજી, કિંમત જાણીને તમે પણ ચોંકી જશો


આ ચશ્માને 10,000થી 15,000 પાઉન્ડ મળવાની આશા હતી, પરંતુ ઓનલાઇન હરાજીમાં બોલી વધતી ગઈ અને અંતે 6 આંકડા પર જઈને રોકાઈ હતી. 
 

ગાંધીજીના આ ચશ્માની થઈ ગઈ હરાજી, કિંમત જાણીને તમે પણ ચોંકી જશો

લંડનઃ બ્રિટન (Britain)ના એક હરાજી ઘર દ્વારા સોનાના વર્ક ચઢેલા એક ચશ્મા (Spectacles)ની 2,60,000 પાઉન્ડ એટલે કે આશરે 2 કરોડ 55 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી છે. માનવામાં આવે છે કે આ ચશ્માને મહાત્મા ગાંધી (Mahatma Gandhi)એ પહેર્યા હતા અને બાદમાં તેમણે આ ચશ્મા કોઈને ભેટમાં આપી દીધા હતા. મહત્વનું છે કે આ ચશ્માને 10,000થી 15,000 પાઉન્ડ મળવાની આશા હતી, પરંતુ ઓનલાઇન હરાજીમાં બોલી વધતી ગઈ અને અંતે 6 આંકડા પર જઈને રોકાઈ હતી. 

ઈસ્ટ બ્રિસ્ટલ ઓક્શન (East Bristol Auctions Ltd)ના હરાજીકર્ચા એન્ડી સ્ટોવે શુક્રવારે બોલી લગાવવાની પ્રક્રિયાનું સમાપન કરતા કહ્યું, 'અવિશ્વસનીય વસ્તુનો અવિશ્વસનીય ભાવ! જેણે બોલી લગાવી તે બધાનો આભાર.' તેમણે આગળ કહ્યું કે, આ ચશ્માએ ન માત્ર અમારા માટે હરાજીનો કીર્તિમાન બનાવ્યો છે પરંતુ આ ઐતિહાતિક રૂપે પણ મહત્વપૂર્ણ છે. 

વિક્રેતાએ કહ્યું હતું કે, આ વસ્તુ રસપ્રદ છે અને તેનું કોઈ મૂલ્ય નથી અને જો તે વેચાવા લાયક ન હોય તો તેનો નિકાલ કરી દે. સ્ટોવ અનુસાર, હરાજીનું મૂલ્ય જોઈને તેના આશ્ચર્યનું ઠેકાણું નથી. આ એક અદ્ભુત હરાજી હતી. તેણે જાણકારી આપતા કહ્યું કે, ચશ્માના એક અનામ માલિક દક્ષિણ પશ્ચિમી ઈંગ્લેન્ડના સાઉથ ગ્લૂસેસ્ટરશાયરના મંગોટ્સફીલ્ડના એક વૃદ્ધ છે, જે પોતાની પુત્રીની સાથે મળીને 2,60,000 પાઉન્ડની ચુકવણી કરશે. 

દાઉદ પાકિસ્તાનમાં, ઇમરાન સરકારે જાહેર કર્યું 88 આતંકવાદીઓનું લિસ્ટ

મહત્વનું છે કે વિક્રેતાના પરિવાર પાસે પહેલાથી જ આ ચશ્મા હતા. તેમના પિતાએ તેને કહ્યું કે, તેના એક સંબંધીને ભેટમાં મળ્યા હતા, જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકામાં 1991થી 1930 વચ્ચે બ્રિટિશ પેટ્રોલિયમમાં કામ કરતા હતા. ચશ્માની વિશ્વસનીયતા વિશે સ્ટોવે જણાવ્યું કે, વિક્રેતાએ જે કહાની જણાવી તે એકદમ એવી પ્રતિત થાય છે, જે તેના પિતાએ તેમને 50 વર્ષ પહેલા સંભળાવી હતી. માનવામાં આવી રહ્યું છે કે દક્ષિણ આફ્રિકામાં શરૂઆતી વર્ષોમાં ગાંધીજીની પાસે આ ચશ્મા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news