અમદાવાદમાં દારૂ ભરેલી ટ્રકનો અકસ્માત, શેડની આડમાં છૂપાવવામાં આવ્યો હતો દારૂ

 દારૂ ભરેલ ટ્રક પલટી ખાતા સ્થાનિકોની ભીડ થઇ ગઇ હતી.

અમદાવાદમાં દારૂ ભરેલી ટ્રકનો અકસ્માત, શેડની આડમાં છૂપાવવામાં આવ્યો હતો દારૂ

અમદાવાદઃ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ સૌથી વધુ દારૂ અહીં જ ઝડપાઈ છે. દારૂબંધી માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદમાં પણ દારૂ મળી રહે છે. આજે શહેરના પકવાન ચાર રસ્તા પર એક ઘટનાએ દારૂબંધી માત્ર કાગળ પર હોવાની વાત સાબિત કરી દીધી છે. અહીં એક ટ્રકે પલ્ટી મારી જતા તેમાં સંતાડેલો દારૂ છતો થઈ ગયો હતો. આ ઘટના બાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. 

પ્રાપ્ત વિગત અનુસાર પકવાન ચાર રસ્તા પાસે દારૂની પેટી ભરેલ ટ્રક પલટી ખાઇ ગઇ હતી. દારૂ ભરેલ ટ્રક પલટી ખાતા સ્થાનિકોની ભીડ થઇ ગઇ હતી. ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ટ્રકમાં દારૂ હોવાની પોલીસને ગંધ ન આવે તે માટે ટ્ર્કમાં શેડની આડની ઉપર દારૂને છુપાવવામાં આવ્યો હતો. પોલીસની પકડમાં ન આવે તે માટે બુટલેગરો દ્વારા દારૂ છુપાવવા માટે નીતનવા નુસખા અજમાવવામાં આવતા હોય છે. ત્યારે ટ્રકની અંદર વધુ દારૂ છુપાયેલો હોવાની આશંકા ટ્રાફિક પોલીસે વ્યકત કરી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news