Dariyapur Gujarat Chutani Result 2022: દરિયાપુરમાં કોંગ્રેસને હરાવી ભાજપે અપસેટ સર્જ્યો, કૌશિક જૈને ગ્યાસુદીન શેખને હરાવ્યાં

Dariyapur Gujarat Chunav Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આ વખતે વિશેષ છે. કારણકે, અત્યાર સુધી અહીં ભાજપ અને કોંગ્રેસ બે પક્ષો વચ્ચે સામ-સામે જંગ થતો હતો. અને જેમાં મોટાભાગે ઝડપથી ચિત્ર પારદર્શક થઈ જતું હતું. આ વખતે પહેલીવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીના કારણ ત્રિ-પાંખિયો જંગ જામ્યો છે. દરિયાપુરમાં તો ચતુષ્કોણીય જંગ છે.

Dariyapur Gujarat Chutani Result 2022: દરિયાપુરમાં કોંગ્રેસને હરાવી ભાજપે અપસેટ સર્જ્યો, કૌશિક જૈને ગ્યાસુદીન શેખને હરાવ્યાં

Dariyapur Gujarat Election Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે રસાકસીભરી છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તો ટક્કર છે જ. સાથે આમ આદમી પાર્ટી પણ સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. મતદારોને આકર્ષવા માટે રાજકીય પાર્ટીઓએ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી છે. પરંતુ અંતિમ પરિણામ તો જનતા જ નક્કી કરે છે.

દરિયાપુર બેઠક પરિણામઃ
દરિયાપુર વિધાનસભા બેઠક પર આ વખતે કોંગ્રેસને હરાવીને ભાજપે અપસેટ સર્જ્યો છે. આ બેઠક લાંબા સમયથી કોંગ્રેસના કબજામાં હતી. જોકે, આ વખતે ભાજપના ઉમેદવાર કૌશિક જૈને કોંગ્રેસના સીટીંગ ધારાસભ્ય ગ્યાસુદીન શેખને હરાવીને અપસેટ સર્જ્યો છે.

દરિયાપુર વિધાનસભા બેઠક-
અમદાવાદની બહુચર્ચિત બેઠકોમાંથી એક એટલે દરિયાપુર વિધાનસભા બેઠક.  અમદાવાદની કુલ 16 વિધાનસભા બેઠકમાંથી 12 2017માં ભાજપ પાસે હતી. જ્યારે દરિયાપુર સહિતની ચાર બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી. આ વખતે આ બેઠક પર કોંગ્રેસની ટક્કર અન્ય ત્રણ પાર્ટીઓ સાથે થઈ છે. જે છે ભાજપ, આમ આદમી પાર્ટી અને AIMIM.

2022ની ચૂંટણી-
2022ની ચૂંટણીમાં ભાજપે દરિયાપુરથી કૌશિક જૈનને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે ગ્યાસુદ્દી શેખને ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીએ તાજ કુરૈશીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે AIMIMએ હસનખાન પઠાણને મેદાનમાં ઉતાર્યા છે.

2017ની ચૂંટણી-
વર્ષ 2017માં આ બેઠક પરથી ગ્યાસુદ્દીન શેખ જીત્યા હતા. જેમની સામે ભાજપના ભરત બારોટની હાર થઈ હતી. ગ્યાસુદ્દીન શેખ 6 હજાર 187 મતના માર્જિનથી જીત્યા હતા. આ તેમની દરિયાપુર વિધાનસભામાં બીજી ટર્મ હતી.

2012ની ચૂંટણી-
વાત જો 2012ની ચૂંટણીની કરીએ તો તેમાં પણ કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું હતું અને ભરત બારોટને નજીવા માર્જિનથી હરાવ્યા હતા.આ પહેલા ભરત બારોટ સતત પાંચ ટર્મ ભાજપથી  આ બેઠક પરથી જીતતા આવ્યા હતા. જ્યારે એની પહેલા બે ટર્મ સુધી કોંગ્રેસના સુરેન્દ્ર રાજપૂત ધારાસભ્ય હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news