પાટીલના ગઢના કાંગરા ખરી રહ્યાં છે, ડાંગમાં ઢગલાબંધ નેતાઓના રાજીનામા પડતા સમીકરણો બદલાયા

Gujarat Dang BJP President Resignation : ડાંગ જિલ્લા ભાજપ સંગઠનમાં ફરી આજે આઠ હોદ્દેદારોના રાજીનામા પડ્યા... બે દિવસમાં ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવાર અને આહવા જિલ્લામાંથી એક દિગ્ગજ નેતાનું રાજીનામું પડ્યું હતું

પાટીલના ગઢના કાંગરા ખરી રહ્યાં છે, ડાંગમાં ઢગલાબંધ નેતાઓના રાજીનામા પડતા સમીકરણો બદલાયા

Dang News : દક્ષિણ ગુજરાત એ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો ગઢ ગણાય છે. ત્યારે આ ગઢમાં ગાબડું પડ્યું છે. ત્યારે સીઆર પાટીલના ગઢના કાંકરા ધીરે ધીરે ખરી રહ્યાં છે. ડાંગમાંથી સતત રાજીનામા પડી રહ્યાં છે. બે દિવસથી ડાંગ ભાજપમાંથી રાજીનામા આવી રહ્યાં છે. એક પછી એક રાજીનામાથી દક્ષિણ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. પહેલા ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે રાજીનામું આપ્યુ હતું, તેના બાદ આહવા ભાજપ મંડળ પ્રમુખ સંજય ડી વ્યવહારેએ પોતાના પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું. ત્યારે હવે ડાંગ જિલ્લા ભાજપ સંગઠનમાં ફરી આજે આઠ હોદ્દેદારોના રાજીનામા પડ્યા છે. 

ડાંગ જિલ્લા ભાજપ સંગઠનમાં ફરી આજે આઠ હોદ્દેદારોના રાજીનામા પડ્યા છે. ડાંગ જિલ્લા ભાજપ સંગઠનમાં ભાજપ પ્રમુખના રાજીનામા બાદ એક બાદ એક તેમની ટીમના હોદ્દેદારોના રાજીનામા આપી રહ્યાં છે. દશરથ પવારના સમર્થનમાં આજે વધુ 8 હોદ્દેદારોના રાજીનામાં આપતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. 

કોણે કોણે રાજીનામું આપ્યું 

  • ડાંગ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દક્ષા પટેલ
  • ડાંગ જિલ્લા આહવા તાલુકા આદિજાતિ મોરચાના પ્રમુખ નરેશ વળવી
  • ડાંગ જિલ્લા અનુસૂચિત મોરચા ઉપપ્રમુખ રાહુલ બચ્છાવ
  • ડાંગ જિલ્લા આહવા તાલુકા મહિલા મોરચાના પ્રમુખ રેખાબેન પટેલ
  • ડાંગ જિલ્લા અનુસૂચિત મોરચાના ઉપપ્રમુખ તુષાર ખરે
  • આહવા તાલુકા અનુસૂચિતજાતી મોરચાના પ્રમુખ હેમંત ખરે
  • આહવા તાલુકા લઘુમતી મોરચા ના મહામંત્રી આમીન શાહ
  • વઘઇ તાલુકા ભાજપ પ્રભારી સંજય પાટીલ 

આ તમામ લોકોએ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને પત્ર લખી સંગઠનમાં ચાલતા આંતરિક જૂથવાદને કારણે રાજીખુશીથી રાજીનામા આપ્યા હોવાનું કારણ આપ્યું છે. ત્યારે આગામી દિવસમાં વધુ રાજીનામા પડે એવી ડાંગ ભાજપમાં ચર્ચા ઉઠી છે. અત્યાર સુધીમાં ડાંગ ભાજપમાં 13 હોદ્દેદારોએ દશરથ પવારના સમર્થનમાં રાજીનામા આપ્યા છે. 

ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ પદ ઉપરથી રાજીનામુ આપ્યાબાદ દશરથ પવારનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે, રાજીનામુ આપવાનું મુખ્ય કારણ ડાંગ જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ છે. છેલ્લા 2 માસથી ભ્રષ્ટાચાર વિશે અવાજ ઉઠાવતો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક અડચણ આવતી હતી. અંદર રિબાવવા કરતા રાજીનામુ સારું એટલે મેં રાજીનામુ આપ્યું છે. 

વધુમાં જણાવ્યું હતું કે ભાજપ પાર્ટીમાં અંદરો અંદર પીડાવા કરતા ભ્રષ્ટાચાર સામે ઈચ્છા શક્તિ જોઈએ જે માટે મે સ્વેચ્છિક રાજીનામું આપી દીધું છે અને રાજીનામા બાદ હું સ્વતંત્ર થઈ શકીશ અને ત્યાર બાદ લખી શકુ અને સ્વતંત્ર બોલી પણ શકું. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં ભાજપના નવા સંગઠનની જાહેરાત એક બે દિવસમાં કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news