રાશિફળ 19 ડિસેમ્બર: સંધ્યાકાળે માતાને ચરણસ્પર્શ કરવાથી આ રાશિના જાતકોને થશે ફાયદો

રાશિફળ 19 ડિસેમ્બર: સંધ્યાકાળે માતાને ચરણસ્પર્શ કરવાથી આ રાશિના જાતકોને થશે ફાયદો

 કર્ક રાશિના જાતકોએ અભ્યાસમાં સફળતા મેળવવા શું કરવું...

  • સંધ્યાકાળે માતાને ચરણસ્પર્શ કરવા

  • ગણેશજીનો ચાંદીનો સિક્કો પર્સમાં રાખવો

  • સવારે દૂધની અંદર એક ચમચી મધ નાંખી દૂધ પીવું

  • કોકટેલ-મોકટેલ જેવા પીણાનો ત્યાગ કરવો

  • તારીખ

    19 ડિસેમ્બર, 2018, બુધવાર

    માસ

    માગશર સુદ અગિયારસ (મૌની એકાદશી)

    નક્ષત્ર

    ભરણી

    યોગ

    શિવ

    ચંદ્ર રાશી

    મેષ (અ,લ,ઈ)

    • બારસનો ક્ષય છે

  • બુધવાર અને મૌની એકાદશીનો સુમેળ છે

  • પુરૂષસૂક્તનો પાઠ કરવો

  • શ્રીવિષ્ણુપૂજા પણ કરવી

  • શક્ય હોય તો ઉપવાસ પણ કરવો

  • મેષ (અલઈ)

    • આનંદમાં દિવસ પૂર્ણ થાય

    • જુદા જુદા કાર્યનો પ્રારંભ પણ થાય

    • ગૂઢ જ્ઞાનમાં દિવસ વીતે

    • ઘરનું સુખ ન મળે

    વૃષભ (બવઉ)

    • કરજ લેવાનું હોય તો મળી શકે છે

    • કમિશન દલાલીમાં આવક થાય

    • શ્રૃંગાર રસ આજે ખીલી ઊઠે

    • ઘરમાં ખટરાગ થઈ શકે છે, વાહન હેરાન કરે

    મિથુન (કછઘ)

    • મુસાફરીમાં હેરાનગતી થાય

    • ઉત્પાદનક્ષેત્રે સંકલાયેલાને સાનુકૂળતા

    • મોટાભાઈ બહેને આરોગ્ય જાળવવું

    • શેરસટ્ટામાં લાભ મળી શકે છે પણ, સાવધાન

    કર્ક (ડહ)

    • ઘરને વધુ સજાવવાની ઇચ્છા થાય

    • આવકમાં ઉમેરો થાય

    • સાંજ સમયે લાભ થાય

    • વેપારમાં ધારી સફળતા ન મળે

    સિંહ (મટ)

    • પિતાપુત્રને આજે ખટરાગ થઈ શકે છે

    • ઊગ્ર વાદવિવાદ પણ થાય

    • આજે શાંતિથી દિવસ વિતાવવો

    • અહંકાર ટકરાય તેવું બને

    કન્યા (પઠણ)

    • કાર્યમાં અતિશય ડહાપણ ઉમેરાય

    • તમારું મેનેજમેન્ટ ઉત્તમ રહે

    • સફળતા પણ મળતી જણાય છે

    • નોકરીમાં બોસ સથે મતભેદ સર્જાઈ શકે

    તુલા (રત)

    • ભાગીદારી પેઢીમાં આવક જળવાય

    • પિતાનું આરોગ્ય જાળવવું

    • હાથમાં દુઃખાવાનો અહેસાસ થાય

    • જામીનગીરી લેતા પહેલા વિચારવું

    વૃશ્ચિક (નય)

    • વાહન સંબંધી ચિંતા સતાવે

    • માતા-પિતા વચ્ચે આજે ખટરાગ થાય

    • તમારે દરમિયાનગીરી કરવી પડે

    • સૂઝ-બૂઝથી પ્રત્યેક વિઘ્નો દૂર કરી શકવા સમર્થ

    ધન (ભધફઢ)

    • નાના ભાઈના પરિવારમાં મતભેદ સર્જાય

    • ટૂર્સ-ટ્રાવેલ્સ સાથે સંકળાયેલાને લાભ

    • વેપારમાં નિરાશા સાંપડે

    • કાપડના એક્સપોર્ટરને સાનુકૂળતા

    મકર (ખજ)

    • આરોગ્યની જાળવણી કરવી

    • દાક્તરી વ્યવસાય સાથેનાને સાનુકૂળતા

    • જીવનસાથી દિલમાં વસી જાય

    • ઘર અને વેપાર બેઉ સ્થાને આનંદ રહે

    કુંભ (ગશષસ)

    • ખૂબ સરળતાથી કાર્ય સંપૂર્ણ થાય

    • વૈભવી વાહનમાં મુસાફરી થાય

    • પ્રવાસમાં સુખ આવે

    • સંબંધોમાં નવી ઉષ્મા વ્યાપે

    મીન (દચઝથ)

    • પરિવારમાં મન-દુખ થાય

    • ભાષા ઉપર સંયમ રાખવો પડશે

    • સ્ત્રીઓ સાથે વધુ ડિલીંગ થાય

    • સંધ્યા સમયે મન વિશેષ શાંતિ મેળવે

    સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

    Trending news