રાશિફળ 18 ડિસેમ્બર: મિથુન રાશિના જાતકોએ અભ્યાસમાં સફળતા મેળવવા શું કરવું...

આજે 18 ડિસેમ્બર એટલે કે માગશર સુદ દશમ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય.

રાશિફળ 18 ડિસેમ્બર: મિથુન રાશિના જાતકોએ અભ્યાસમાં સફળતા મેળવવા શું કરવું...

આજે 18 ડિસેમ્બર એટલે કે માગશર સુદ દશમ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. મંગળ અશ્વિની અમૃતસિદ્ધિયોગ છે. આ યોગ સૂર્યોદયથી પરોઢે 4.28 સુધી પ્રવેશે વર્જ્ય છે. સંકટનાશન ગણેશસ્તોત્રનો પાઠ કરવો અને ઘઉંના દાન કરવા જોઇએ. વિદ્યાર્થીમિત્રોએ આજે દેવીસૂક્તનો પાઠ પણ કરવો જોઇએ.

· ઓમ ઐં બુધાય નમઃ આ મંત્રનો જાપ કરતા કરતા

· દૂધ અને ભાત નિત્ય જમવામાં લેવા

· ઓમ હં હનુમતે નમઃ આ મંત્રનો જાપ કરવો

· શનિવારે પંચમુખી હનુમાનજીના મંદિર દર્શન કરવા

· વદ પક્ષના પ્રત્યેક શનિવારે હનુમાનજીને સિંદૂર મિશ્રિત ચમેલીનું તેલ અર્પણ કરવું

તારીખ

18 ડિસેમ્બર, 2018, મંગળવાર

માસ

માગશર સુદ દશમ

નક્ષત્ર

અશ્વિની

યોગ

પરિઘ

ચંદ્ર રાશી

મેષ (અ,લ,ઈ)

· મંગળ અશ્વિની અમૃતસિદ્ધિયોગ છે

· આ યોગ સૂર્યોદયથી પરોઢે 4.28 સુધી

· પ્રવેશે વર્જ્ય છે

· સંકટનાશન ગણેશસ્તોત્રનો પાઠ કરવો અને ઘઉંના દાન કરવા

· વિદ્યાર્થીમિત્રોએ આજે દેવીસૂક્તનો પાઠ પણ કરવો

મેષ (અલઈ)

· દિવસ આનંદપૂર્ણ વીતે

· પુરુષને સ્ત્રીજાતકનો સહકાર મળે

· ધર્મભક્તિ-અધ્યાત્મના શુભ વિચારો આવે

· જૂના સંબંધોમાં નવું જોડાણ થઈ શકે છે

વૃષભ (બવઉ)

· ખર્ચ થઈ શકે છે

· નુકશાન ન થાય તેનું ધ્યાન રાખવું

· દાન-ધર્માદો થઈ શકે છે

· દોડધામ વધુ થાય

મિથુન (કછઘ)

· ઉઘરાણી થઈ શકે

· આવક થાય

· હરવા-ફરવા માટે આયોજન થાય

· શુભપ્રસંગોમાં હાજરી આપવાનું થાય

કર્ક (ડહ)

· માન-સન્માન સચવાય

· સરકાર સંબંધી કાર્યો આગળ ધપે

· જીવનસાથી સંબંધી વધુ વિચાર આવે

· ભાગીદારી પેઢીમાં પણ પરિવર્તન આવે

સિંહ (મટ)

· ધંધાના સોદામાં નુકસાન ન જાય તે જોવું

· પોતાનું જક્કી વલણ હેરાન કરે

· પતિ-પત્નીએ ખાસ શાંતી રાખવી

· બપોર પછી ઉત્સાહમાં ઉમેરો થાય

કન્યા (પઠણ)

· આર્થિક બાબતોમાં અશાંતિ જણાય

· માતા સાથે અણબનાવ ન થાય તે જોવું

· પેટની બિમારી થઈ શકે છે

· આજે ગણેશજીની ઉપાસના કરવી

તુલા (રત)

· કૌટુંબિક સુખ મળે

· સરકાર વિરોધી કાર્યમાં રસ લેવાની ઇચ્છા થાય

· પ્રતિપક્ષ થોડું વધારે બળ કરે

· પણ અંતે શુભ ફળ આપને મળી શકે

વૃશ્ચિક (નય)

· વૈમનસ્ય ચાલતુ હોય તો તેમાં રાહતમ ળે

· ઝઘડામાં સમાધાનની વાતો આવે

· ભાષા થોડી કડવી બની શકે એમ છે

· મોટાભાઈ બહેન તમારી મદદે આવે

ધન (ભધફઢ)

· આજે માનસિક ચિંતા સતાવી શકે છે

· સંતાન પ્રવાસે ગયો હોય તો વિશેષ ચિંતા રહે

· ભાડૂઆતનો પ્રશ્ન હોય તો ઉકલી શકે છે

· મોસાળ સંબંધી શુભ સમાચાર મળે

મકર (ખજ)

· હૃદયની શાંતિ થોડી જોખમાય

· ઘર સંબંધી ચિંતા વિશેષ સતાવે

· હૈયાની વાત હોઠે આવી જાય

· પોતાનું હિત જોખમાતું હોય તેવું લાગે

કુંભ (ગશષસ)

· આનંદ-પ્રમોદમાં દિવસ વીતે

· વિદેશ પ્રવાસના યોગ પણ સક્રિય થયા છે

· બુદ્ધિપ્રતિભા વધુ ખીલે

· વેપારી મિત્રોને સફળતા મળી શકે

મીન (દચઝથ)

· આંખોમાં પાણી વધુ વળે

· અવારનવાર આંખો ચોળવી પડે

· હા... આંસુ પણ આવી શકે છે

· હું સાચો છું તેમ છતાં હેરાન થઉં છું તેવા વિચાર આવે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news