Dahod : મધર્સ ડે ના દિવસે બે બાળકોની માતાએ ગુમાવ્યો પોતાનો જીવ

કોરોનાએ માઝા મુકી છે, સરકાર તમામ પ્રકારે કોરોનાને ડામવામાં નિષ્ફળ રહી હોય તેવા દ્રષ્યો જોવા મળી રહ્યા છે. કેટલાક પરિવારોનાં માળા આ કોરોનાને કારણે વિખેરાઇ ચુક્યા છે. જ્યારે આજે માતૃત્વ દિવસે જ દાહોદમાં કોરોનાએ બે નાના બાળકોને માથેથી માતા પિતાની છત્રછાયા છીનવી લીધું છે. સ્મશાનમાં જ્યારે 7 વર્ષનાં પુત્રએ માતાને અગ્નિદાહ આપ્યો ત્યારે હાજર સૌ કોઇ લોકોની આંખો ભિંજાઇ ગઇ હતી. 
Dahod : મધર્સ ડે ના દિવસે બે બાળકોની માતાએ ગુમાવ્યો પોતાનો જીવ

દાહોદ : કોરોનાએ માઝા મુકી છે, સરકાર તમામ પ્રકારે કોરોનાને ડામવામાં નિષ્ફળ રહી હોય તેવા દ્રષ્યો જોવા મળી રહ્યા છે. કેટલાક પરિવારોનાં માળા આ કોરોનાને કારણે વિખેરાઇ ચુક્યા છે. જ્યારે આજે માતૃત્વ દિવસે જ દાહોદમાં કોરોનાએ બે નાના બાળકોને માથેથી માતા પિતાની છત્રછાયા છીનવી લીધું છે. સ્મશાનમાં જ્યારે 7 વર્ષનાં પુત્રએ માતાને અગ્નિદાહ આપ્યો ત્યારે હાજર સૌ કોઇ લોકોની આંખો ભિંજાઇ ગઇ હતી. 

દાહોદમાં ઝાયડસનાં કોરોના વોર્ડમાં એક યુવાન માતા કોરોના સામે હારી ગઇ હતી અને અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા સપ્તાહથી તેઓ કોરોના સામે જંગ લડી રહ્યા હતા. જો કે ડોક્ટરનાં જણાવ્યા અનુસાર ઓક્સિજન લેવલ ઘટી જતા છેવટે વેન્ટિલેટર પણ તેમના શ્વાસ બચાવી શક્યું નહોતું. મધર્સ ડેનાં દિવસે તેમણે અંતિમ શ્વાસ લેતા બે બાળકોએ માતા ગુમાવી હતી. 

માતાના મૃતદેહ જ્યારે દાહોદનાં સ્મશાનમાં લવાયો ત્યારે બાળકો અને પરિવારનાં રૂદનથી સ્મશાન ગાજી ઉઠ્યું હતું. સાત વર્ષનાં પુત્રએ મધર્સ ડેનાં દિવસે જ માતાને અગ્નિદાહ આપ્યો હતો. આ ઘડીએ કેટલાયની આંખો ભીની થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે અનેક પરિવારોએ માળા ગુમાવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news