માત્ર 13 જૂને જ નહિ, સોમવાર સુધી ‘વાયુ’ ગુજરાતનો જીવ અદ્ધર રાખશે

આજે મધ્યરાત્રિએ 3 વાગ્યે વાયુ વાવાઝોડું ગુજરાતના માથા પર ત્રાટકશે. ગુજરાતના દરિયાઈ કાંઠા પર તેની સૌથી વધુ અસર જોવા મળળે. 150 કિમી પ્રતિ કલાકની સ્પીડે ગુજરાત તરફ આગળ ધપી રહેલુ વાવાઝોડુ કાંઠા વિસ્તારોમાં કેટલો વિનેશ નોંતરશે, તે તો આવતીકાલે જ માલૂમ પડશે. આ વાવાઝોડાની અસર 14 જૂને ઓછી થઈ જશે. પરંતુ, તમને નહિ ખબર હોય કે સોમવાર સુધી વાયુ વાવાઝોડું ગુજરાતના લોકોના શ્વાસ અદ્ધર કરશે. 
માત્ર 13 જૂને જ નહિ, સોમવાર સુધી ‘વાયુ’ ગુજરાતનો જીવ અદ્ધર રાખશે

અમદાવાદ :આજે મધ્યરાત્રિએ 3 વાગ્યે વાયુ વાવાઝોડું ગુજરાતના માથા પર ત્રાટકશે. ગુજરાતના દરિયાઈ કાંઠા પર તેની સૌથી વધુ અસર જોવા મળળે. 150 કિમી પ્રતિ કલાકની સ્પીડે ગુજરાત તરફ આગળ ધપી રહેલુ વાવાઝોડુ કાંઠા વિસ્તારોમાં કેટલો વિનેશ નોંતરશે, તે તો આવતીકાલે જ માલૂમ પડશે. આ વાવાઝોડાની અસર 14 જૂને ઓછી થઈ જશે. પરંતુ, તમને નહિ ખબર હોય કે સોમવાર સુધી વાયુ વાવાઝોડું ગુજરાતના લોકોના શ્વાસ અદ્ધર કરશે. 

windy સાઈટ પરથી મળેલી માહિતી અનુસાર, વાયુ વાવાઝોડુ સતત ગુજરાતના વેરાવળ કાંઠા તરફ આગળ વધી રહ્યું છે. 13 જૂનના રોજ વાવાઝોડુ વેરાવળ પાસે દેખાઈ રહ્યું છે. તો 14 જૂને વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધીને જામનગર તરફ જતા જોવા મળી રહ્યું છે. 15 જૂનના રોજ ગુજરાતના દરિયાથી થોડુ દૂર ખસતુ નજર આવી રહ્યું છે. તો છેક 16 જૂને વહેલી સવારે વાવાઝોડુ દરિયાથી વધુ દૂર હશે. અને 16 જૂને રાત્રે આ વાવાઝોડુ દરિયામાં સમાઈ જશે. 

પિક્ચરમાં દેખાતા સાઈક્લોનના કલર પાછળ પણ થિયરી છે. સાઈક્લોનમાં બતાવાયેલો બ્રાઉન કલર સાઈક્લોન સ્ટ્રોંગ હોવાનું સૂચવે છે. જેમ જેમ આ કલર ઓછો થતો જાય, તેમ તેમ તેની અસર ડાઉન થતી હોય તેવું બતાવે છે. તો ઈમેજમાં બતાવાયેલો બ્લ્યૂ કલર તાપમાન સૂચવે છે. જેનો મતલબ કે, તાપમાન એકદમ ઠંડુગાર છે, જે માઈનસમાં હોય છે. ઈમેજમાં જો બ્લ્યૂ કલર વધુ અને બ્રાઉન કલર ઓછો થતો દેખાય તો સમજવુ કે, સાઈક્લોનની તીવ્રતા ઓછી થઈ હોય, પણ આ વિસ્તારોમાં વરસાદ પડશે. 

વાવાઝોડાની અસરથી ટ્રેન-ફ્લાઈટ કેન્સલ, આજ સાંજથી નહિ દોડે આ ટ્રેનો

સાઈક્લોન દરિયામાં હોય તો સ્પીડ અને ઈફેક્ટીવ સ્ટ્રોંગ હોય છે. પણ જેમ જેમ તે કિનારે આવી જાય અથવા કિનારાના વિસ્તારોમાં અથડાય તો કેપેસિટી ડાઉન થાય. કાંઠે અથડાયા બાદ તેની તીવ્રતા ઓછી થઈ જાય છે. આમ, અહી બતાવેલી ચાર ઈમેજમાં સાઈક્લોનની અસર 13થી 16 જૂન સુધી કેવી રહેશે તે બતાવવામાં આવ્યું છે. 

https://lh3.googleusercontent.com/-Lb1hjlwlrCY/XQDJCASLq9I/AAAAAAAAHQk/-ZTtDD-agOEhjSOMu4A386uy99lsdfo8wCK8BGAs/s0/Wind_Vayu_12June.jpg

12 જૂને વાવાઝોડાની તીવ્રતા આવી રહેશે

https://lh3.googleusercontent.com/-NpFvH9YTSUE/XQDJNaN9jGI/AAAAAAAAHQw/tCroP3uQkRUbmyb7qfd1RGCGl-_42FqXgCK8BGAs/s0/Wind_Vayu_13June.jpg

13 જૂના વાવાઝોડાની તીવ્રતા આવી રહેશે, જે વેરાવળ બાજુ તીવ્ર બતાવે છે

https://lh3.googleusercontent.com/-udp_Ta7GbwY/XQDJftCtmbI/AAAAAAAAHRI/1cGDN1w3fEQhnvcQZZhMUzwpVDj1eviRQCK8BGAs/s0/Wind_Vayu_14June.jpg

14 જૂના રોજ વાવાઝોડાની તીવ્રતા જામનગર તરફ વધુ બતાવે છે.

https://lh3.googleusercontent.com/-LRovOnugLhg/XQDJow1DE7I/AAAAAAAAHRU/OczewtNRwncHWJyS6z1Uwgm1DBLMFkjnQCK8BGAs/s0/Wind_Vayu_15June.jpg

15 જૂને વાવાઝોડુ ગુજરાતના દરિયા કાંતાથી થોડુ દૂર દેખાશે

https://lh3.googleusercontent.com/-3hybHT-h5xE/XQDJ-y2RakI/AAAAAAAAHRw/bB3FBD9XYIU93JN3VI96H0LWAT0N6SwtQCK8BGAs/s0/Wind_Vayu_16June.jpg

16 જૂને વાવાઝોડાની અસર નહિવત જોવા મળશે. 

વાવાઝોડાનું આઈ ફોરમેશન વધુ મહત્વનું...
કોઈ પણ વાવાઝોડાની ગંભીરતા અને ત્રાટકવાની ક્ષમતામાં આ 'આઈ ફોરમેશન' વધુ મહત્વનું  છે. 10 જૂનના રોજ અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશનને કારણે વાયુ વાવાઝોડામાં 'આઈ ફોરમેશન' સર્જાતા નક્કી થઈ ગયું હતું કે, આ વાવાઝોડું નિશ્ચિતપણે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે અને તેની તીવ્રતા પણ કલાકના 160 કિ.મી. સુધીની ઝડપે ફૂંકાતા પવનની રહેશે. કોઈ પણ વાવાઝોડાની તીવ્રતા 'આઈ ફોરમેશન' આધારિત હોય છે. આઈ એટલે કોઈ પણ તીવ્ર ઉષ્ણ કટિબંધીય વાવાઝોડાની મધ્યમાં જોવા મળતા શાંત હવામાનનો વિસ્તાર જ્યાં આંખ જેવી રચના થાય છે. વાવાઝોડાની આંખ એ ગોળ ફરતો વિસ્તાર હોય છે, જે સરેરાશ 30-65 કિ.મી. (20-40 માઈલ)નો પરિઘ ધરાવતો રહે છે. તેની ફરતે આઈવોલ
એટલે કે આંખ જેવી રચના ધરાવતી ટાવરિંગ ગાજવીજની વીંટી જેવી ગોળ રચના હોય છે. આ જ એ વિસ્તાર છે જ્યાં સૌથી ખરાબ હવામાન અને સર્વોચ્ચ ગતિના પવનનું સર્જન થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news