સતત 90 કલાક સુધી સાયકલ ચલાવી આ ગુજરાતીએ પેરીસમાં લહેરાવ્યો તિરંગો

અમદાવાદના વિરાજ શાહની ટીમ તપસે ગુજરાતને સાયકલિંગ ક્ષેત્રે નામના અપાવી છે. સતત 90 કલાક સુધી પેરિસમાં સુપર રેંડોનીસ રાઈડ પુરી કરનાર આ પ્રથમ ભારતીય યુવાન ટીમેં વિદેશમાં પણ તિરંગો લહેરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પેરિસની આ ટુર્નામેન્ટમાં 6500થી વધુ સાયકલીસ્ટે પાર્ટીસીપેટ કર્યું હતું.

સતત 90 કલાક સુધી સાયકલ ચલાવી આ ગુજરાતીએ પેરીસમાં લહેરાવ્યો તિરંગો

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદના વિરાજ શાહની ટીમ તપસે ગુજરાતને સાયકલિંગ ક્ષેત્રે નામના અપાવી છે. સતત 90 કલાક સુધી પેરિસમાં સુપર રેંડોનીસ રાઈડ પુરી કરનાર આ પ્રથમ ભારતીય યુવાન ટીમેં વિદેશમાં પણ તિરંગો લહેરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પેરિસની આ ટુર્નામેન્ટમાં 6500થી વધુ સાયકલીસ્ટે પાર્ટીસીપેટ કર્યું હતું.

અમદાવાદના આ યુવાનને આજે પરિવારે એરપોર્ટ પર આવતાની સાથે જ વધાવી લીધો હતો. પરિવાર સાથે ખૂબ જ વિરાજની સિદ્ધીને વધાવી લેવામાં આવી કેમે કે, દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ વિરાજે રોશન કર્યું છે. પોતાની સાયકલ સાથે રમી રહેલ આ વિરાજ છે, વિરાજા છેલ્લા દોઢેક વર્ષથી પેરિસની રેંડોનીસ રાઈડ માટે મહેનત કરી રહ્યો હતો. જોકે 19 થી 22 ઓક્ટોબરના પેરિસમાં યોજાયેલી આ ટુર્નામેન્ટમાં તેને પાર્ટ પણ કર્યું હતું. 

૨૬ વર્ષીય વિરાજ શાહે એમબીએનો અભ્યાસ કરી એક ખાનગી કંપનીમાં ટીમ લીડર તરીકે ફરજ બજાવે છે. પરંતુ તેની સાઈકલ લીંગની હોબીના કારણે માત્ર દોઢ લાખ રૂપિયાની આ સાઇકલ પણ ઘરે લાવ્યો હતો. સવાર અને સાંજ સતત સાયકલથી પ્રેક્ટિસ કરતા રહેતા વિરાજે અનેક વખત લોંગેસ્ટ રાઈટ પણ પૂર્ણ કરી છે. અને ગુજરાતભરમાં અનેક જગ્યાએ પાર્ટીસિપેટ થઈ પેરિસ માટેના કોલીફીકેશન માટે નોમિનેટ પણ થયો હતો.

ઘર કંકાશથી કંટાળીને પોલીસ કોન્સ્ટેબલે જ કરી પોતાના ત્રણ બાળકોની હત્યા

વિરાજ ઇન્ટરનેશનલ ઓલેક્સ ક્લબ તરફથી પેરિસમાં ગયો અને પેરિસ બ્રેસ્ટ પેરિસ ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં પહોંચ્યો હતો. દુનિયાભરના 6500થી પણ વધુ સાયકલિસ્ટે આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું હતું. ખાસ કરી ૩૦૦થી પણ વધુ ઇન્ડિયાના અને ગુજરાતમાંથી ૫૦ જેટલા સાયકલીસ્ટે લોંગર રાઈડ માટે પોતાનું નોમિનેશન ભર્યું હતું. જોકે આ નોમિનેશન માટે નવેમ્બર 2017થી ઓક્ટોબર 2018 દરમિયાન વિરાજે એક હજાર કિલોમીટરની રાઈડ માટે ૭૫ કલાકમાં પૂર્ણ કરી હતી. અને બાદમાં નવેમ્બર 2018થી જાન્યુઆરી 2019માં 200 કિલો મીટર 300 કિલો મીટર 400 કિલો મીટર 600 કિલોમીટરની અનેક રાઇડમાં પૂર્ણ કરી હતી.

અક્ષય કુમારનો આ જબરો ફેન 18 દિવસમાં 900 કિમી ચાલીને પહોચ્યો દ્વારકાથી મુંબઇ

વિરાજની ટીમ તપસ જેમાં ત્રણ મિત્રો વિરાજ શાહ અને પ્રેરક શાહ અને કિશન ગોંડલીયાએ પેરિસની રેંડોનીસ રાઈડમાં સક્સેસફૂલ 90 કલાક સુધી રાઈડ કરી હતી. જોકે આ રાઈડ પૂરી કરતા અનેક ચેલેન્જ પણ વિરાજની ટીમને હતા મુખ્યત્વે ટેરેન અપડાઉન થતા ગેરબોક્સ તૂટ્યું અને પંચર પડવાથી લઈ ઈંજરી હોવા છતા મેન્ટલી બુસ્ટ થઈ રાઈડ કમ્પ્લીટ કરી હતી.

રાજકોટ: ઊંઝા એપીએમસીના બંધના વિરોધને સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડનો ટેકો

ક્રિકેટના વર્લ્ડ કપની જેમ દર ચાર વર્ષે ફ્રાન્સમાં યોજાતી સાયકલની આ ચેમ્પિયનશિપ કાર્નિવલ રૂપે મનાવવામાં આવે છે. જેમાં વિરાજે એલીવેશન સાથે 11700 મીટર અંતર અત્યાર સુધી કમ્પ્લીટ કરી છે. જ્યારે 1,217 કિમીનું અંતર માત્ર 90 કલાકમાં જ કમ્પ્લીટ કરી ઇન્ડિયામાં પોતાનો ડંકો વગાડ્યો છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news