'લોભી હોઈ ત્યાં ઘુતારા ભૂખે ન મરે', આ કહેવત 21 રાજકોટ વાસીઓને લાગુ પડે છે, થયો મોટો દાવ!

શહેરીજનો લોભામણી સ્કીમમાં ફસાયા અને 22 લાખ રૂપિયા ગુમાવી બેઠા છે. ત્યારે તમને થશે કોણ છે આ ઘુતારો અને કેવી રીતે લોકોને પોતાની જાળમાં ફસાવતો?

'લોભી હોઈ ત્યાં ઘુતારા ભૂખે ન મરે', આ કહેવત 21 રાજકોટ વાસીઓને લાગુ પડે છે, થયો મોટો દાવ!

ગૌરવ દવે/રાજકોટ: લોભી હોઈ ત્યાં ઘુતારા ભૂખે ન મરે. આ કહેવત 21 જેટલા રાજકોટ વાસીઓને લાગુ પડે છે. શહેરીજનો લોભામણી સ્કીમમાં ફસાયા અને 22 લાખ રૂપિયા ગુમાવી બેઠા છે. ત્યારે તમને થશે કોણ છે આ ઘુતારો અને કેવી રીતે લોકોને પોતાની જાળમાં ફસાવતો?

માત્ર 50,000માં આપે છે તેવી સ્કીમ આપતો હતો
આ ઘટનામાં લોકોને ચુનો ચોપડનાર આરોપીનું નામ રાહુલકુમાર ગુપ્તા છે. રાહુલ બરોડાનો રહેવાસી છે અને તેને એક બે નહી પરંતુ રાજકોટ શહેરના 22 લોકોને પોતાની જાળમાં ફસાવ્યા છે. રાહુલ લોકોને ફોન કરીને શહેરની કોઈ પણ થ્રી-સ્ટાર કે ફાઇવસ્ટાર હોટેલમાં ફ્રીમાં જમવા બોલાવતો. લોકોને ફોનમાં જણાવતો કે તમે લક્કી વિનર બન્યા છો. તમારે કપલમાં શ્યોર ગિફ્ટ લેવા અને જમવા જરૂરથી આવવાનું છે. લોકો ત્યાં પહોંચે ત્યારે મળતો અને પાર્ક પ્રિવીરા હોસ્પિટાલિટી પ્રા.લી ના નામે પોતે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની કંપની ચલાવે છે. તેવું જણાવી દોઢ લાખની ટુરનું પેકેજ કંપની પ્રમોશનના ભાગરૂપે માત્ર 50,000 માં આપે છે તેવી સ્કીમ આપતો હતો.

રાહુલકુમાર ગુપ્તાની કરી ધરપકડ
આરોપી રાહુલકુમાર ગુપ્તા એક બાદ એક એમ મળી કુલ 21 લોકો પાસેથી કુલ 22 લાખ 75 હજાર જેટલી રકમ મેળવી તમામ લોકોના ફોન ઉઠાવવાનું બંધ કરી તેને બ્લોક કરી નાખતો. સૌ પ્રથમ સાયબર ક્રાઇમ પોલીસમાં એક ફરિયાદીએ ફરિયાદ કરી અને બાદમાં એક બાદ એક ભોગબનનાર પોલીસ પાસે ફરિયાદ માટે આવતા ગયા. સાયબર ક્રાઇમ પોલીસે વડોદરા શહેરમાંથી રાહુલકુમાર ગુપ્તાની કરી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આવા ઘુતારા લોકોથી દૂર જ રહેવું જોઈએ
સાયબર ક્રાઇમ પોલીસે લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે કોઈ પણ પ્રકારની લોભામણી સ્કીમમાં ન આવો.આ દુનિયામાં સ્વાર્થ સિવાય કોઈ પણ ક્યારેય ફ્રી માં કશું જ આપતું નથી.હાલ સાયબર ક્રાઇમ પોલીસ આરોપી પાસેથી રોકડ રકમ કબ્જે કરવા પ્રયત્ન કરી રહી છે ત્યારે લોકોએ પણ સાવચેત રહી આવા ઘુતારા લોકોથી દૂર જ રહેવું જોઈએ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news