તીન પત્તી ગેમ રમતા પહેલા સો વાર વિચારજો, 650 કરોડના ચિપ્સ સાથે થયા ચેડા

તીન પત્તી ગેમ રમતા પહેલા સો વાર વિચારજો, 650 કરોડના ચિપ્સ સાથે થયા ચેડા
  • નકલી પોલીસ બનીને યુવકે કરોડો રૂપિયાના ગેમ ચિપ્સ પડાવી લીધા
  • પીએસઆઇની ઓળખ આપી એકાઉન્ટ હેક કરનાર આરોપીની સાઇબર ક્રાઇમે કરી ધરપકડ
     

મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક નકલી પીએસઆઇ ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીએ પોતાના જ મિત્રને ફોન કરી પહેલા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ અને બાદમાં એલસીબી પીએસઆઇ તરીકેની ઓળખ આપી ફેસબુક એકાઉન્ટની માહિતી મેળવી તીનપત્તીની 650 કરોડ ચિપ્સ ટ્રાન્સફર કરી લીધાનો આરોપ છે. હાલ સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી વડોદરામાં રહેતા યુવકની ધરપકડ કરી છે. 

આ પણ વાંચો : દુનિયાનો સૌથી મોટો ગંધારો શખ્સ, 65 વર્ષથી શરીરને પાણીનું એક ટીપું પણ અડાડ્યુ નથી 

આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, તે બેકાર છે અને તીનપત્તી રમવાનો શોખીન છે. અને તેણે જ્યારે પોતાના માટે પૈસા ખર્ચીને ચિપ્સ ખરીદી તે બાબતને ધ્યાનમાં રાખી આ તરકટ રચ્યું હતું. પોલીસ કસ્ટડીમાં રહેલા આ આરોપીનું નામ ધાર્મિક પાબરી છે. મૂળ વડોદરામાં શ્રીમ ગેલેક્સી ફ્લેટમાં રહેતા આ 23 વર્ષીય યુવક પર ગેરકાયદેસર રીતે ગેમ ચિપ્સ પડાવી લીધાનો આરોપ લાગ્યો છે. જોકે ટેકનિકલ એનાલિસીસના આધારે સાયબર ક્રાઇમની ટીમે ધાર્મિક પાબરીની ધરપકડ કરી મોબાઈલ કબ્જે કર્યો છે. પોલીસે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું કે, પોતે ધો. 10 ભણેલો અને બેકાર છે. જોકે મોબાઈલમાં ઓનલાઇન તીનપત્તી ગેમ રમતો હતો. શરૂઆતમાં બીજા પાસેથી રૂપિયા મેળવી અને ચિપ્સ મળતી. બાદમાં આરોપી સાથે કોઈએ છેતરપીંડી કરતા પોતે ફેસબુક આઈડીને હેક કરવા પ્રોફાઇલમાં નંબર હોવાથી પોલીસની ખોટી ઓળખ આપી ફોન કર્યો હતો. ફરિયાદી યુવકે પાસવર્ડ આપતા ચિપ્સ તેણે ટ્રાન્સફર કરી લીધી હતી.  

આરોપીની પોલીસે પૂછપરછ કરતાં સામે આવ્યું કે, છેલ્લા એકથી દોઢ વર્ષથી ધાર્મિક પાબરી આજ મોડેસ ઓપરેન્ડીથી ગેમ ચિપ્સ પડાવીને બારોબાર રૂપિયા ખંખેરી લેતો હતો. એટલું જ નહિ, ધાર્મિક પાબરી એવા ગેમ રમતા લોકોને જ ટાર્ગેટ કરતો કે જે લોકો તેને ગેમમાં હરાવી દે, બાદમાં હરાવી દેનારા શખ્સનું જ એકાઉન્ટની વિગતો મેળવી ચિપ્સ પરત મેળવી લેતો. 

આ પણ વાંચો : સૌથી પહેલી વેક્સીન લેનાર ગુજરાતી બોલ્યા, મને ગર્વ થયો  

ઉલ્લેખનીય છે ઘાટલોડિયામાં રહેતાં અને ખેડા ખાતે આવેલી એક ઇ-કોમર્સ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા સમીર પટેલ મોબાઈલમાં ફેસબુક મારફતે ગેમ રમતા હતા. ગત 4 ઓક્ટોબર 2020ના રોજ તેમના મિત્ર પ્રતિક શાહનો ફોન આવ્યો હતો અને તેઓએ જણાવ્યું કે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાંથી કોઇ સાહેબનો ફોન આવ્યો છે અને તારી જોડે વાત કરવી છે. સમીરભાઇ, પ્રતીકભાઇ સાથે પોલીસની ઓળખ આપનાર પી.એસ.આઈ દિગ્વિજયસિંહ જાડેજા ફોન ઉપર કોન્ફરન્સથી વાત કરી હતી. સમીરભાઇની નામ, નોકરીની જગ્યા સહિતની પૂછપરછ કરી તેને જણાવ્યું કે તેણે ફેસબૂક આઇડીથી કોઇ છોકરીને ગંદા ફોટા મોકલ્યા હતાં તેની ફરિયાદ આવી છે તેમ કહી આ તરકટ રચ્યું હતું.

આ પણ વાંચો : અમદાવાદમાં પ્રથમ વેક્સીન લેનાર ડો.પ્રતિક પટેલે કહ્યું, તમે કંઈક કરવા જાઓ છો તેવું વિચારો 

આમ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર વ્યક્તિએ સમીરભાઇને નજીકના પોલીસ સ્ટેશનમાં જવું પડશે તેવુ ડરાવીને facebook નું આઇડી પાસવર્ડ મેળવી લઈ ગેમ ચિપ્સ પડાવી લીધા હતા. જેથી ફોન કરનાર વ્યક્તિએ ફેસબૂક તેમજ તીનપત્તી ગેમના એકાઉન્ટ સાથે ચેડા કર્યા હોવાની સમીરભાઇને શંકા ગઈ હતી. તીનપત્તિ એકાઉન્ટમાંથી કોઈ રૂપિયા ટ્રાન્સફર કરી રહ્યું છે. જેથી તેમણે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે સાયબર ક્રાઇમને તપાસ કરતા તીનપત્તી ચિપ્સમાં PARV DEGDA અને EKTA SONI નામના આઈડીમાં વર્ચ્યુઅલ ચિપ્સ ટ્રાન્સફર થઈ હોવાનું સામે આવ્યું. તીનપત્તીના એકાઉન્ટમાંથી કોઈ શખ્સે 650 કરોડ ચિપ્સ ટ્રાન્સફર કરી દીધી હતી. જેથી સાયબર ક્રાઇમે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આ આરોપીની ધરપકડ કરી અન્ય કોઈ લોકોના એકાઉન્ટ હેક કરી આ રીતે ચિપ્સ મેળવી છે કે કેમ તે બાબતે તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news