દ્વારકાના મહેમાન બન્યા વિદેશી પક્ષી, પણ નાગરિકો કરી રહ્યા છે એવું કે માથુ શરમથી નમી જશે

હાલ શિયાળાનો ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે આ શિયાળા ની ઋતુ દરમિયાન દ્વારકા વિસ્તાર માં અનેક વિદેશી પક્ષી ઓ અહી મહેમાન થઈ ને આવે છે

દ્વારકાના મહેમાન બન્યા વિદેશી પક્ષી, પણ નાગરિકો કરી રહ્યા છે એવું કે માથુ શરમથી નમી જશે

રાજુ રૂપારેલિયા/દ્વારકા : હાલ શિયાળાનો ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે આ શિયાળા ની ઋતુ દરમિયાન દ્વારકા વિસ્તાર માં અનેક વિદેશી પક્ષી ઓ અહી મહેમાન થઈ ને આવે છે, ત્યારે હાલ શિયાળાની શરૂઆત થતાં જ આ વિદેશી પક્ષીઓ નો આવક શરૂ થઈ ગઈ છે. સદીઓથી અનેક વિદેશી પક્ષીઓ અને ખાસ કરીને માઇગ્રેટરી પક્ષી એવું કુંજ પક્ષી દ્વારકા વિસ્તારમાં શિયાળો ગાળવા માટે આવે છે. દ્વારકા વિસ્તાર આ પક્ષીઓના વસવાટ માટે ઉત્તમ હોય શિયાળાની ઋતુ શરૂ થતાં જ દ્વારકા વિસ્તાર માં આવક ચાલુ થઈ જાય છે. ત્યારે આ પક્ષીઓ વિસ્તારોની જમીન પરને આકાશમાં આહ્લાદક વાતાવરણ ઉભુ કરે છે અને લગભગ ડિસેમ્બર મહિનામાં મોટા પ્રમાણમાં પક્ષીઓ દ્વારકા આવી જતા હોય છે.

કુંજ એક માઇગ્રેટરી પક્ષી છે જે સદીઓથી દ્વારકા વિસ્તારમાં શિયાળો ગાળવા આવે છે. દ્વારકા વિસ્તારે આ પક્ષીઓના ફ્રેબીટેટ તરીકે વિશ્વ સ્તરે માન સન્માન મેળવ્યું છે. ત્યારે પક્ષીઓને સાચવવા એ દ્વારકા વાસીઓની સામાજીક તથા નૈતિક જવાબદારી બને છે. દ્વારકા વાસીઓએ પણ કુંજ પક્ષી અને અન્ય પક્ષીઓના સમર્થન અને રક્ષણ માટે અમૂલ્ય ફાળો આપવો જરૂરી બન્યો છે. તેમ છતાં અમુક વખત અસામાજિક તત્વો અને ઈસમો દ્વારા આ વિદેશી પક્ષીઓને જાડ માં ફસાવવા માં આવે છે. શિકાર કરવામાં આવે છે. જો આ પ્રકાર ની પ્રવૃતિ ક્યાંય જોવા મળે અથવા દ્વારકા તાલુકા વિસ્તારમાં ક્યાંય પણ બીમાર વસંતકુંજ કે અન્ય વન્ય પ્રાણી પક્ષી જોવા મળે તો દ્વારકા રેન્જ ફોરેસ્ટ ઓફિસને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ અંગે જન જાગૃતિના અર્થે અધિકારીઓએ પત્રિકાઓ છપાવીને સોશ્યલ મીડિયા તેમજ દ્વારકા તાલુકા માં જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે.

રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી મરીન નેશનલ પાર્ક દ્વારકા દ્વારા અનેક વખત ભૂતકાળમાં કુંજ પક્ષીઓ સહિતના અનેક વિદેશી પક્ષીઓનો શિકાર કરતા ઈસમોને પકડીને સજા અને જાહેરમાં સુચના આપવામાં આવી છે. કુંજ પક્ષી ને પકડવા , મારવા, જાળ માં ફસાવવા, અથવા તેવો પ્રયત્ન કરવો તેમજ તેના માસનું વેચાણ કરવું કે ખરીદી કરવી એ વન્ય પ્રાણી સરક્ષણ અધિનિયમ - ૧૯૭૨ મુજબ ગુન્હો બને છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news