કોરોનાનો ડાયરો : ભીડ ભેગી કરી અને 10 કલાકારોને બોલાવી ડાયરો કરાયો

કોરોના કાળમાં બનાસકાંઠાના થરાદમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે. થરાદમાં યોજાયેલ ડાયરામાં 10 કલાકારોને બોલાવી ભીડ એકઠી કરવામાં આવી હતી. તો સમગ્ર કાર્યક્રમમાં કલાકારો અને લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. ડાયરામાં હકડેઠઠ ભીડ જોવા મળી હતી. વડગામડા ગામે ધનજી પટેલે આ ડાયરો યોજ્યો હતો. ડાયરાની પત્રિકામાં મુખ્ય મહેમાન તરીકે થરાદના ASP પૂજા યાદવ, સાંસદ પરબત પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, થરાદના ધારાસભ્ય ગુલબસિંહ રાજપૂત અને અન્ય કેટલાય લોકોના નામ સામેલ હતા. ત્યારે સવાલ એ છે કે, પોલીસ સહિતના અનેક મોટા નેતાઓના નામ પત્રિકામાં છપાવી મોટો ડાયરો કરતા પહેલા કેમ કોઈએ ધ્યાન ન આપ્યું. તો સાથે જ ડાયરાને લઈને પોલીસે કોઈ જ કાર્યવાહી ન કરતા પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠ્યા છે. 

કોરોનાનો ડાયરો : ભીડ ભેગી કરી અને 10 કલાકારોને બોલાવી ડાયરો કરાયો

અલ્કેશ રાવ/બનાસકાંઠા :કોરોના કાળમાં બનાસકાંઠાના થરાદમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે. થરાદમાં યોજાયેલ ડાયરામાં 10 કલાકારોને બોલાવી ભીડ એકઠી કરવામાં આવી હતી. તો સમગ્ર કાર્યક્રમમાં કલાકારો અને લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. ડાયરામાં હકડેઠઠ ભીડ જોવા મળી હતી. વડગામડા ગામે ધનજી પટેલે આ ડાયરો યોજ્યો હતો. ડાયરાની પત્રિકામાં મુખ્ય મહેમાન તરીકે થરાદના ASP પૂજા યાદવ, સાંસદ પરબત પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, થરાદના ધારાસભ્ય ગુલબસિંહ રાજપૂત અને અન્ય કેટલાય લોકોના નામ સામેલ હતા. ત્યારે સવાલ એ છે કે, પોલીસ સહિતના અનેક મોટા નેતાઓના નામ પત્રિકામાં છપાવી મોટો ડાયરો કરતા પહેલા કેમ કોઈએ ધ્યાન ન આપ્યું. તો સાથે જ ડાયરાને લઈને પોલીસે કોઈ જ કાર્યવાહી ન કરતા પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠ્યા છે. 

આ ડાયરો અનેક સવાલો ઉભા કરે છે. વકરતા કોરોના વચ્ચે આવી બેદરકારી કેમ દાખવાઈ, કલાકારો અને સંચાલકો કેમ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના ધજાગરા ઉડાવે છે. ડાયરા યોજી કેમ કોરોનાને આમંત્રણ આપવામાં આવે છે. લોકોના આઈડલ ગણાતા કલાકોને પણ નિયમોનું ભાન નથી. ત્યારે શુ સંચાલક ધનજી પટેલ સામે પોલીસ કાર્યવાહી કરશે. તો બીજી તરફ એએસપી પૂજા યાદવ જ કાર્યક્રમમાં અતિથિ તરીકે હતા. ત્યારે તેઓએ કેમ પહેલેથી જ પગલા ન ભર્યાં તે પણ મોટો સવાલ છે. પોલીસ આ પ્રકારનો કાર્યક્રમ અટકાવી શકી હોત, પણ તેવુ ન કર્યું. 

આ સમગ્ર મામલે ZEE 24 કલાકે આયોજકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડાયરો યોજનારા આયોજકોએ અમારો ફોન ન ઉપાડ્યો. આ ઘટનાને પગલે ASPએ પહેલા તો પોલીસકર્મીઓનો લૂલો બચાવ કર્યો, જોકે બાદમાં ZEE 24 કલાક પર ASPએ કહ્યું, તે સ્થાનિક પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news