અમદાવાદ: પોલીસ દ્વારા એવું તે શું કરવામાં આવ્યું કે કાંકરિયા કાર્નિવાલમાં ક્રાઇમ ઘટ્યું

કાંકરિયા કાર્નિવલમાં કોઈ પણ અનીચ્છનીય બનાવ બને નહીં તે માટે થઈને પોલીસ સુસજ્જ બની ગઈ છે.  મહત્વની વાત એ છે આ વખતના કાંકરિયા કાર્નિવલમાં અત્યારસુધી એકપણ વાહન ચોરીના બનાવ બન્યો નથી. અને કોઇ પણ એવી ગુન્હાહીત પ્રવૃતિ પણ સામે આવી નથી. તેની પાછળનું કારણ છે, અમદાવાદ પોલીસ દ્વારા અગમ ચેતીના ભાગ રૂપે લેવામાં આવેલા આ પગલાને કારણે કાંર્નિવલમાં ક્રાઇમ ગ્રોથ ડાઇન થયો છે. 

અમદાવાદ: પોલીસ દ્વારા એવું તે શું કરવામાં આવ્યું કે કાંકરિયા કાર્નિવાલમાં ક્રાઇમ ઘટ્યું

જાવેદ સૈયદ/અમદાવાદ: કાંકરિયા કાર્નિવલમાં કોઈ પણ અનીચ્છનીય બનાવ બને નહીં તે માટે થઈને પોલીસ સુસજ્જ બની ગઈ છે.  મહત્વની વાત એ છે આ વખતના કાંકરિયા કાર્નિવલમાં અત્યારસુધી એકપણ વાહન ચોરીના બનાવ બન્યો નથી. અને કોઇ પણ એવી ગુન્હાહીત પ્રવૃતિ પણ સામે આવી નથી. તેની પાછળનું કારણ છે, અમદાવાદ પોલીસ દ્વારા અગમ ચેતીના ભાગ રૂપે લેવામાં આવેલા આ પગલાને કારણે કાંર્નિવલમાં ક્રાઇમ ગ્રોથ ડાઇન થયો છે. 

કાંકરિયા કાર્નિવલમાં પોલીસની કામગીરી 

  • બ્રેથ એનેલાઇઝર 28 જેટલા છે.
  • ફેસ રેકોનાઇઝર મશીનવડે આરોપીઓની ઓળખ થઇ રહી છે.
  • 28 બાળકો અને એક વૃદ્ધ ગુમ થયા હોય તેવા વ્યક્તિઓને તેમના પરિવારને સોંપ્યા
  • 32 દારૂ પીધેલા વ્યક્તિઓને ઝડપી પાડ્યા
  • 01 બેગ, 01 પર્સ તથા 01 મોબાઈલ ફોન જે તે માલિકને સોંપ્યા

વધુમાં વાંચો...ટ્રસ્ટના નામે બ્લેકના રૂપિયા વ્હાઇટ કરવાનું કૌભાંડ, ચાર લોકોની ઘરપકડ

કાંકરીયા કાર્નિવલમાં આ વખતે એન્ટી રોમિયો સ્ક્વોડની પણ રચના કરવામાં આવી છે. જેમાં મહિલા પોલીસે પણ ખાનગી ડ્રેસમાં કાંકરિયા કાર્નિવલમાં મહિલાઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે મહિલા પોલીસ બંદોબસ્તમાં હાજર રહેલી છે. ઉલ્લેખનીય છે કે, ફેસડિટેક્શન રેકોઝનાઈઝ મશીન દ્વારા કાંકરિયા કાર્નિવલમાં ગુનાહખોરીનું પ્રમાણ ઓછું થયું છે.

કાંકરિયા કાર્નિવલ પોલીસ વિભાગ માટે ઘણો મહત્વનો બંદોબસ્ત ગણવામાં આવે છે. ડિસેમ્બર મહિનામાં યોજાનારા કાર્નિવલમાં પોલીસની કામગીરી ખુબ જ મહત્વની રહેતી હોય છે. ત્યારે આ વખતના કાર્નિવલમાં ગુનાખોરીની ગ્રાફઘણો ઓછો જોવા મળ્યો છે તે વાત પણ હકીકત છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news