Vadodara: કરોડોના દાગીના ચોરી કરનાર ગેંગનો સાગરીત ઝડપાયો, મહિના પહેલાં જેલમાંથી નિકળ્યો હતો બહાર
પકડાયેલા આરોપી અમિત અભવેકર અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. વર્ષ 2016માં આજ પ્રકારની મોડેસ ઓપરેન્ડીથી નિકોલ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં જ્યારે 2017માં શેરકોટડા અને ઓઢવ (Odhav) વિસ્તારમાં ચોરીના ગુનામાં ચંદુભાઈનું સામે આવ્યું હતું.
Trending Photos
મૌલિક ધામેચા, અમદાવાદ: તાજેતરમાં વડોદરા (Vadodara) વિસ્તાર નજીક છાણી જકાતનાકા પાસેથી એક કાર (Car) ની ડેકીમા 2 કરોડ 35 લાખના દાગીનાની ચોરીનો બનાવ સામે આવ્યો હતો. જેમાં એક આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) ધરપકડ કરી 26 લાખથી વધુનો સોનાના દાગીના મુદ્દામાલ કબજે કર્યા છે.
અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ (Ahmedabad Crime Branch) ની ટીમે ચોક્કસ હકીકત આધારે બરોડા (Baroda) માં થયેલી ચોરીમાં સંડોવાયેલા આરોપી ચોરીનો કેટલોક મુદ્દામાલ લઈ આસ્ટોડિયા માંડવીની પોળ પાસેથી નીકળવાનો હોવાની માહિતી આધારે આસ્ટોડિયા પાસેથી ઝડપી લીધો હતો.
પકડાયેલા આરોપી અમિત અભવેકરની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યુ કે પોતાની છ શખ્સોની ગેંગ સાથે વડોદરા (Vadodara) ચોરીના ઇરાદે જ ગયા હતા. તે દરમ્યાન રેકી કરતા રાજકોટ (Rajkot) ના સોનીનો પીછો કરી કારનો કાચ તોડીને ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. રાજકોટ (Rajkot) ના વી રસિકલાલ નામથી સોનાના દાગીનાનો ટ્રેડિંગ ધંધો કરતા વેપારી વડોદરા ગયા હતા અને તેની કાર (Car) માં ડેકીમાં રાખેલા સોનાના દાગીના ચોરી લીધા હોવાનું આરોપીએ કબૂલ્યું હતું.
જે અંગે ફતેગંજ પોલીસ સ્ટેશન (Police Station) માં ફરિયાદ પણ નોંધાઈ હતી. પકડાયેલા આરોપી અમિત અભવેકર અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. વર્ષ 2016માં આજ પ્રકારની મોડેસ ઓપરેન્ડીથી નિકોલ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં જ્યારે 2017માં શેરકોટડા અને ઓઢવ (Odhav) વિસ્તારમાં ચોરીના ગુનામાં ચંદુભાઈનું સામે આવ્યું હતું.
એટલું જ નહીં આરોપી અમિત અભી ઘર પોતાની ગેંગ સાથે મુંબઈ (Mumbai) પણ ચોરી કરવા જતા અગાઉ પકડાઈ ચૂક્યો છે. ચોરીના ગુનામાં સુરત પોલીસે (Surat Police) 2020 માં પાસા હેઠળ ધકેલતા એક માસ પહેલાં જેલ (Jail) માંથી આવતા ફરી એક ગુનાને અંજામ આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે