જુહાપુરાનો કુખ્યાત કાલુ ગરદન આખરે ક્રાઈમ બ્રાંચના સકંજામાં, જાણો ગુનેગારોની કુંડળી

જુહાપુરામાં ફરી એક વખત અસમાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. કુખ્યાત કાલુ ગરદને તેના સાથી મિત્રો સાથે વધુ એક વ્યક્તિને ધાક ધમકી આપતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જુહાપુરાનો કુખ્યાત કાલુ ગરદન આખરે ક્રાઈમ બ્રાંચના સકંજામાં, જાણો ગુનેગારોની કુંડળી

મૌલિક ધામેચા/અમદાવાદ: જુહાપુરાના કુખ્યાત કાલુ ગરદન સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ હથિયાર સાથે ધાક ધમકી આપવા અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં આખરે આરોપીઓ પકડાયા છે. હાલમાં આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે, ત્યારે કુખ્યાત કાલુ ગરદન સહિત ચારેય ઓરોપીઓને પકડી પોલીસે ગુનાની તપાસ માટે પંચનામુ કરવા ઘટના સ્થળે લઈ જવાયા હતા.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, જુહાપુરામાં ફરી એક વખત અસમાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. કુખ્યાત કાલુ ગરદને તેના સાથી મિત્રો સાથે વધુ એક વ્યક્તિને ધાક ધમકી આપતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કાલુ ગરદન, મોહંમદ સદ્દામ, સુલતાન અને મોહંમદ આરીફની ધરપકડ કરી છે. ધરપકડ બાદ ગુરુવારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીઓને સાથે રાખીને બનાવ સ્થળે તપાસ કરી હતી.

2 આરોપીઓએ ફરિયાદી મોહંમદ રફીક શેખને 3જી જુલાઈના દિવસે જુહાપુરાના ભારત પાન પાર્લર પાસે બિભત્સ શબ્દો બોલી, માર મારીને છરી બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે કુખ્યાત કાલુ ગરદન વિરુદ્ધ અગાઉ પણ વેજલપુર પોલીસ સ્ટેશનમાં હત્યાના 2 ગુના, હત્યાના પ્રયાસના 3 ગુના, મારામારીના 5 ગુના, અને પ્રોહિબિશનના 10 ગુના નોંધાઇ ચૂકેલા છે. 

એટલું જ નહીં, કાલુ ગરદન ગુનાહીત ઇતિહાસ ધરાવતો ક્રિમિનલ હોઈ પોલીસે 5 વખત પાસા હેઠળ પણ ધકેલ્યો છે.જ્યારે પકડાયેલ અન્ય આરોપી સુલતાન અને મોહમદ આરીફ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલમાં પોલીસ એ આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news