ક્રિકેટર ઇરફાન પઠાણે સાદાઈથી ઘરે પરિવાર સાથે કરી ઈદની ઉજવણી


હાલ કોરોના વાયરસ અને લૉકડાઉનને ધ્યાનમાં રાખીને બધા લોકો સાદાઈથી ઈદની ઉજવણી કરી રહ્યાં છે. 

ક્રિકેટર ઇરફાન પઠાણે સાદાઈથી ઘરે પરિવાર સાથે કરી ઈદની ઉજવણી

વડોદરાઃ લૉકડાઉન વચ્ચે ગુજરાત સહિત દેશભરમાં ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે બધા લોકો ઘરમાં જ રહીને ઈદની ઉજવણી કરી રહ્યાં છે. કોરોના વાયરસને કારણે સરકારે પણ લોકોને ઘરમાં રહીને ઈદની ઉજવણી કરવાનું કહ્યું હતું. પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે પણ વડોદરામાં પોતાના પરિવાર સાથે ઈદની ઉજવણી કરી હતી. ઈરફાન પઠાણ અને યૂસુફ પઠાણે ઈદની નમાદ અદા કરીને ઈદની મુબારક બાદ આપી હતી. ઈરફાને પોતાના પિતા અને ભાઈ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીને પોતાના ફેન્સને પણ ઈદની શુભેચ્છા આપી હતી. 

A post shared by Irfan Pathan (@irfanpathan_official) on

A post shared by Irfan Pathan (@irfanpathan_official) on

સાદાઈથી ઈદની ઉજવણી કરીઃ ઇરફાન
ઇરફાન પઠાણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં ઇરફાને કહ્યુ કે, આ વખતે રમઝાન મહિના બાદ ઈદની ઉજવણી પણ સાદાઈથી કરવામાં આવી છે. તેણે બધા લોકોને ઈદની શુભેચ્છા પાઠવી હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news