10th-12th Board Exam: સોશિયલ ડિસ્ટેન્સિંગ માટે તૈયાર થઈ નવી પોલિસી, જાણો શું છે ફેરફાર
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus) અને લોકડાઉનના કારણે ધોરણ 10 અને 12ની બોર્ડ (10th - 12th Board Exam)ની કેટલીક પરીક્ષાઓ રદ થઈ હતી. હવે સરકારે બાકી પરીક્ષા ફરીથી આયોજીત કરવા માટે ડેટશીટ જાહેર કરી છે. પરંતુ આ વખત ખાસ વાત એ છે કે, સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગને ખાસ ધ્યાનમાં રાખ્યું છે. અમે જણાવી રહ્યાં છે કે, શું મોટા ફેરફાર આ વખતે તમને જોવા મળશે.
15 હજારથી વધારે પરીક્ષા સેન્ટર
દેશભરમાં 10માં અને 12માંની આ બોર્ડ પરિક્ષાઓ 15 હજારથી વધારે પરીક્ષા કેન્દ્ર પર આયોજીત કરવામાં આવશે. પહેલાની સરખામણીએ પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં 5 ગણો વધારો કરવામાં આવ્યો છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે, જેથી પરીક્ષા કેન્દ્રો પર વધારે ભીડ ના થયા અને વિદ્યાર્થીઓ સુરક્ષા અને સહેજતાની સાથે તેમની પરીક્ષાઓ આપી શકે.
પાંચ ફૂટના અંતરનું થશે પાલન
મંત્રાલય તેમજ સીબીએસઈ (CBSE)એ નક્કી કર્યું છે કે, વિદ્યાર્થીઓની સ્કૂલોમાં જ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. કન્ટેઇન્મેન્ટ ઝોન અથવા કોઇ અન્ય કારણથી જે સ્કૂલોમાં પરીક્ષા નહીં લઇ શકાય તેની નજીક આવેલી સ્કૂલમાં બોર્ડની પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી શકે છે. પરીક્ષા કેન્દ્રમાં પહેલાની સરખામણીએ ઓછા વિદ્યાર્થીઓને બેસવાની પરવાનગી મળશે. બાકીના વિદ્યાર્થીઓ અન્ય રૂમમાં પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓ વચ્ચે ઓછામાં ઓછા પાંચથી છ ફુટનું અંતર રાખવામાં આવશે. આ કરવા માટે, 2 વિદ્યાર્થીઓ વચ્ચે એક અથવા બે ડેસ્ક ખાલી રાખવામાં આવશે.
આ પણ વાંચો:- ભારત પાસે છે જબરદસ્ત સિક્રેટ હથિયાર, જો હુમલો થાય તો એક સાથે ચીન-PAKના ભૂક્કા બોલાવી દે
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું કે, સીબીએસઈએ પહેલા માત્ર 3 હજાર પરીક્ષા કેન્દ્ર પસંદ કર્યા હતા. પરંતુ હવે લગભગ 15 હજાર પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા યોજાશે. એટલે કે બોર્ડ પરીક્ષાઓ માટે પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં ખુબજ વધારો કર્યો છે.
પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓને કોરોના સંક્રમણથી બચાવા માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ સૌથી મોટો ઉપાય છે. વાલીઓને તેમના બાળકોના સંબંધમાં આવશ્યક જાણકારી પણ સીબીએસઈને ઉપલ્બધ કરાવવાની રહેશે. (IANS Input)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે