પાટીલનું કદ વધ્યું! દેશના 100 સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં મળ્યું સ્થાન, ગુજરાતમાં રેકોર્ડબ્રેક જીત ફળી

વિશ્વના લોકપ્રિય નેતાઓની યાદીમાં વડાપ્રધાન મોદી અવારનવાર ટોપ પર હોય છે. ઈન્ડિયન એક્સપ્રેસ અખબારે 2023 માટે 100 પ્રભાવશાળી વ્યક્તિઓની યાદી જાહેર કરી છે.

પાટીલનું કદ વધ્યું! દેશના 100 સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં મળ્યું સ્થાન, ગુજરાતમાં રેકોર્ડબ્રેક જીત ફળી

ઝી બ્યુરો/ગાંધીનગર: વિશ્વના લોકપ્રિય નેતાઓની યાદીમાં વડાપ્રધાન મોદી અવારનવાર ટોપ પર હોય છે. ઈન્ડિયન એક્સપ્રેસ અખબારે 2023 માટે 100 પ્રભાવશાળી વ્યક્તિઓની યાદી જાહેર કરી છે. મઝાની વાત એ છે કે ઈન્ડિયન એક્સપ્રેસના શક્તિશાળી વ્યક્તિની યાદીમાં સીઆર પાટીલનો સમાવેશ કરવામાં આવ્યો છે. સતત બીજી વખત પાટીલનો આ યાદીમાં સમાવેશ થયો છે. ગુજરાતમાં 156 બેઠકો પર જીત બાદ પ્રથમ વખત યાદી જાહેર થઈ છે. ઈન્ડિયન એક્સપ્રેસની યાદીમાં પાટીલનો 46મો ક્રમાંક મેળવ્યો છે. આ સિવાય જાણો આ યાદીમાં સ્થાન મેળવનાર વડાપ્રધાનના ટોપ-5 કોણ છે.

વિશ્વની પ્રભાવશાળી વ્યક્તિઓ, નેતાઓ, અમીર લોકોની યાદી આવતી રહે છે. ઈન્ડિયન એક્સપ્રેસે 100 સૌથી શક્તિશાળી ભારતીયોની યાદી તૈયાર કરી છે. આમાં 'નો ડાઉટ' નંબર વન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજા નંબરે ગૃહમંત્રી અમિત શાહ છે. કેટલાક અગ્રણી નામોમાં મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ (4), આરએસએસના વડા મોહન ભાગવત (6), મુકેશ અંબાણી (9), મમતા બેનર્જી (13), નીતિશ કુમાર (14) અને રાહુલ ગાંધી (15)નો સમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે, અરવિંદ કેજરીવાલ 16માં, ED ચીફ સંજય કુમાર મિશ્રા 18માં, ટાટા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રશેખરન 22માં, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 23માં ક્રમે છે. ગૌતમ અદાણી 33માં, સ્મૃતિ ઈરાની 37માં, તેજસ્વી પ્રસાદ યાદવ 40માં સ્થાને છે. 

છેલ્લા નામો પર નજર કરીએ તો 97માં નંબર પર દીપિકા પાદુકોણ, 98માં નંબર પર લુલુ ગ્રુપના ચેરમેન યુસુફ અલી, 99મા નંબર પર આલિયા ભટ્ટ અને 100મા નંબર પર રણવીર સિંહ છે. આ તો યાદીની વાત છે પરંતુ કેટલાક નામ એવા છે જે 'ટીમ મોદી' સાથે જોડાયેલા છે. હા, આવા લોકો જેમની ગણતરી મોદી પછી સરકારમાં શક્તિશાળી લોકોમાં થાય છે. તમારે આવા ટોપ-5 વિશે જાણવું જોઈએ.

100 સૌથી શક્તિશાળી વ્યકિતીઓની યાદીમાં પાટીલ 46માં ક્રમાકે
સી.આર.પાટીલે મજબૂત સંગઠન શક્તિ, કાર્યકરોને સતત નવુ માર્ગદર્શન આપી પેજ સમિતિના શસ્ત્રથી તમામ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. સી.આર.પાટીલે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં 6 લાખથી વધુ મતોથી જંગી જીત મેળવી સૌથી વધુ મતોથી જીતનાર લોકપ્રિય સાંસદ છે. સી.આર.પાટીલ તેમના મત વિસ્તારમાં ખૂબ સક્રિય રહે છે જેના કારણે સતત ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા છે. 

સી.આર.પાટીલ તેમના મત વિસ્તારમાં મજબૂત સંગઠન શક્તિના કારણે તેઓને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઇ 2022માં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી હતી. પાટીલે પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી મજબૂત સંગઠન શક્તિથી પાર્ટીના કાર્યકરોમાં નવી દિશા અને ઉર્જાનો સંચાર કર્યો. દેશ અને રાજયના વિકાસમાં નવ યુવાનો તેમજ દેશભાવના વધે તેવા પ્રયાસો કર્યા. તેમજ મતદારો પ્રત્યે ડોર ટુ ડોટ કાર્યકરો સંપર્કમાં રહે તે પ્રયાસ માટે પેજ સમિતિની રચના કરી. જે આજે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ દેશના ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ પેજ સમિતિના કાર્યને બીરદાવ્યું છે અને દેશભરમાં કાર્યરત કરવામાં આવ્યું છે. 

પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી સી.આર.પાટીલની મજબૂત સંગઠન શક્તિ, કાર્યકરોને સતત નવુ માર્ગદર્શન આપ્યું. પેજ સમિતિના સશ્ત્રથી તમામ ચૂંટણી જેવી તે તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગર પાલિકા, વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવ્યા છે અને કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા છે. જેનો લાભ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પક્ષને ભવ્યથી ભવ્ય જીત થઇ કે જે કોંગ્રેસનો જ રેકોર્ડ તોડી 182 માંથી 156 બેઠકોમાં ઐતિહાસિક વિજય અપાવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.  

સી.આર.પાટીલે પેજ સમિતિની રચના કરી કાર્યકરો મતદારો સુધી સતત જન સપંર્કમાં રહે અને કેન્દ્ર અને રાજય સરકારની દરેક યોજના જરૂરિયાત મંદ વ્યકિતને મળે તેમજ સુપોષણ અભિયાન જેવા જનસેવાકીય કાર્યો કર્યા, તેમજ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં યુવાનોને ટીકિટ આપવાનું આહ્વાન કર્યુ હતું. તેમજ એક વ્યકિત એક હોદ્દો જેવી કાર્યપદ્ધતિ અપનાવી કાર્યકરોને ઉર્જાથી પ્રેરીત કર્યા હતા.

સી.આર.પાટીલે કાર્યકરોને કાર્ય કરવા પ્રેરિત કરવા તેમજ કાર્યકરોના કામ એક સ્થળ પર થઇ શકે તે માટે રાજયમાં શહેર અને જિલ્લામાં કાર્યાલય બનાવવા માટે આહવાહન કર્યુ હતું. તેમજ વિધાનસભા ચૂંટણી સમયે કાર્યકરોમાં નારાજગી ન રહે અને તેમની સમસ્યા સાંભળવા માટે વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ કરી વિધાનસભાની ચૂંટણીમાં તમામ રેકોર્ડ તોડી ભાજપને વિજય અપાવામા મહત્વની ભૂમિકા ભજવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news