આવતીકાલથી ગુજરાતમાં ૧ર થી ૧૪ વર્ષની વયજૂથના બાળકોને કોવિડ-19ની રસી અપાશે
બુધવાર ૧૬મી માર્ચ ૨૦૨૨થી ગુજરાતમાં ૧ર થી ૧૪ વર્ષની વયજૂથના બાળકોને કોવિડ-19ની રસી અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરની બોરિજ પ્રાથમિક શાળાએથી બુધવાર તા.૧૬ માર્ચ-ર૦રરના સવારે ૯ કલાકે આ રાજ્યવ્યાપી વેક્સિનેશનનો પ્રારંભ કરાવશે.
Trending Photos
ગાંધીનગર: બુધવાર ૧૬મી માર્ચ ૨૦૨૨થી ગુજરાતમાં ૧ર થી ૧૪ વર્ષની વયજૂથના બાળકોને કોવિડ-19ની રસી અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરની બોરિજ પ્રાથમિક શાળાએથી બુધવાર તા.૧૬ માર્ચ-ર૦રરના સવારે ૯ કલાકે આ રાજ્યવ્યાપી વેક્સિનેશનનો પ્રારંભ કરાવશે.
કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ અન્વયે ભારત સરકારની માર્ગદર્શીકા મુજબ રાજ્યમાં આવતીકાલથી આ રસીકરણની સફળતાપૂર્વક શરૂઆત કરવાની તમામ તૈયારીઓ આરોગ્ય વિભાગે પૂર્ણ કરી છે.
રાજ્યના શિક્ષણ વિભાગ, માતૃ અને બાળ કલ્યાણ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના સહયોગથી આ રસીકરણ ઝૂંબેશમાં પાત્રતા ધરાવતા તમામ બાળકોને આવરી લેવામાં આવશે. ૧૨ થી ૧૪ વર્ષની વય જૂથના અંદાજે ર૩ લાખ બાળકોને કોવિડ-19ની વેક્સિનના બે ડોઝ આ અભિયાન અંતર્ગત અપાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે