કોરોનાનો નવો રેકોર્ડઃ છેલ્લા 24 કલાકમાં 1144 કેસ, 24 મૃત્યુ, રિકવરી રેટ 73.06%


રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 59 હજારને પાર પહોંચી ગયો છે. જેમાં એક્ટિવ કેસોની સંખ્યા 13 હજાર 535 છે. 
 

 કોરોનાનો નવો રેકોર્ડઃ છેલ્લા 24 કલાકમાં 1144 કેસ, 24 મૃત્યુ, રિકવરી રેટ 73.06%

ગાંધીનગરઃ રાજ્યમાં દરરોજ કોરોના વાયરસના નિવા કેસ રેકોર્ડ બનાવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1144 કેસ નોંધાયા છે. આ એક દિવસમાં અત્યાર સુધી નોંધાયેલા કેસનો રેકોર્ડ છે. તો આ દરમિયાન કુલ 24 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે રાજ્યમાં કુલ 783 લોકો સારવાર બાદ સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ કેસોનો આંકડો 59,126 પર પહોંચી ગયો છે. તો મૃત્યુઆંક 2396 થઈ ગયો છે. અત્યાર સુધી સારવાર બાદ રાજ્યમાં કુલ 43195 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 

રાજ્યમાં મૃત્યુઆંક 2400 નજીક
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 24 લોકોના મૃત્યુ થયા છે. સુરત શહેરમાં સૌથી વધુ 5 લોકોના મૃત્યુ થયા છે. ત્યારબાદ અમદાવાદ શહેરમાં 5, સુરત ગ્રાન્યમાં 3, પાટણ, રાજકોટ અને વડોદરા શહેરમાં બે-બે, મહેસાણા અને વડોદરા ગ્રામ્યમાં એક-એક વ્યક્તિના મૃત્યુ થયા છે. આમ આ મહામારીએ અત્યાર સુધી રાજ્યમાં 2396 લોકોનો ભોગ લીધો છે. 

સુરત જિલ્લામાં કોરોનાનો ભરડો
સુરત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 207 અને ગ્રામ્યમાં 84 કેસ નોંધાયા છે. આમ સુરત જિલ્લામાં કુલ 291 કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં 141, વડોદરા શહેરમાં 72, રાજકોટમાં 40, ગાંધીનગરમાં 38, મહેસાણામાં 36, ભરૂચમાં 33, દાહોદમાં 33, સુરેન્દ્રનગરમાં 31, મોરબીમાં 28, અમરેલીમાં 24, ભાવનગર, જામનગર અને જુનાગઢ શહેરમાં 23-23 કેસ નોંધાયા છે. 

રાજ્યમાં ટેસ્ટની સંખ્યા વધી
રાજ્ય સરકાર દ્વારા સતત કોરોનાના ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 22 હજાર 914 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ પ્રતી મીલીયન વસ્તીએ રાજ્યમાં દરરોજ 352.52 ટેસ્ટ થઈ રહ્યાં છે. ગુજરાતમાં અત્યાર સુધી 7 લાખ 13 હજાર 6 ટેસ્ટ કરવામાં આવ્યા છે. 

રાજ્યનો રિકવરી રેટ 73.06 ટકા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સારવાર બાદ વધુ 783 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી કુલ 43 હજાર 195 લોકો અત્યાર સુધી ડિસ્ચાર્જ થયા છે. આમ ગુજરાતનો રિકવરી રેટ 73.06 ટકા છે. રાજ્યમાં હાલની તારીખે એક્ટિવ કેસોની સંખ્યા 13535 છે. જેમાંથી 89 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં હાલ 4 લાખ 83 હજાર 371 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન હેઠળ છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news