સરકારનો ખુલાસો : ગુજરાતના 3 જિલ્લાને બાદ કરતાં તમામ સ્થળે કોરોના પહોંચ્યો

કોરોનાના કેસ મામલે હવે ગુજરાત દેશમાં બીજા સ્થાન પર સરકી ગયું છે, જે ગંભીર બાબત કહી શકાય. ત્યારે આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજના અપડેટ્સ અંગે જણાવ્યું કે, આ એક અભૂતપૂર્વ વાઇરસ છે. WHo એ પણ તેને મહામારી જાહેર કરી છે. 210 દેશ કરતાં વધુ દેશોમાં તેનુ સંક્રમણ વિસ્તર્યું છે. ભારતના 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કોરોના પહોંચી ગયો છે. ગુજરાતના ત્રણ જિલ્લાના બાદ કરતાં તમામ સ્થળે કોરોના પહોચ્યો છે. હજી પણ બધા વિસ્તારમાં પહોચશે એ હકીકત છે. પણ એને ધીમો કરવા માટેના પ્રયાસો થઇ રહ્યાં છે.  તેના વિકાસની ગતિ ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. લોકાડાઉનને લીધે તેની ગતિ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે. આ રોગથી લુપ્ત ન રહી શકીએ, પણ તેની ગતિને નિયંત્રિત કરી શકીએ. આ સ્થિતિ હજુ બે મહિના ચાલશે. ભય, અફવા અને માસ ઇન્ફર્મેશનનું વાતાવરણ આપણને પાલવે નહિ. તેથી અફવાઓ ન ફેલાવવા માટે અમારી અપીલ છે. જ્યારે આખા સમાજ દેશમાં સંક્રમણ ફેલાતુ હોય ત્યારે સચેત રહેવુ જોઇએ. 

સરકારનો ખુલાસો : ગુજરાતના 3 જિલ્લાને બાદ કરતાં તમામ સ્થળે કોરોના પહોંચ્યો

ગૌરવ પટેલ/અમદાવાદ :કોરોનાના કેસ મામલે હવે ગુજરાત દેશમાં બીજા સ્થાન પર સરકી ગયું છે, જે ગંભીર બાબત કહી શકાય. ત્યારે આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજના અપડેટ્સ અંગે જણાવ્યું કે, આ એક અભૂતપૂર્વ વાઇરસ છે. WHo એ પણ તેને મહામારી જાહેર કરી છે. 210 દેશ કરતાં વધુ દેશોમાં તેનુ સંક્રમણ વિસ્તર્યું છે. ભારતના 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કોરોના પહોંચી ગયો છે. ગુજરાતના ત્રણ જિલ્લાના બાદ કરતાં તમામ સ્થળે કોરોના પહોચ્યો છે. હજી પણ બધા વિસ્તારમાં પહોચશે એ હકીકત છે. પણ એને ધીમો કરવા માટેના પ્રયાસો થઇ રહ્યાં છે.  તેના વિકાસની ગતિ ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. લોકાડાઉનને લીધે તેની ગતિ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે. આ રોગથી લુપ્ત ન રહી શકીએ, પણ તેની ગતિને નિયંત્રિત કરી શકીએ. આ સ્થિતિ હજુ બે મહિના ચાલશે. ભય, અફવા અને માસ ઇન્ફર્મેશનનું વાતાવરણ આપણને પાલવે નહિ. તેથી અફવાઓ ન ફેલાવવા માટે અમારી અપીલ છે. જ્યારે આખા સમાજ દેશમાં સંક્રમણ ફેલાતુ હોય ત્યારે સચેત રહેવુ જોઇએ. 

80 ટકા લોકોને કોરોના થયાની ખબર હોતી નથી
તેમણે વધુમા કહ્યું કે, 80 ટકા લોકોને કોરોના થયાની ખબર હોતી નથી. 15 ટકા લોકોમાં જ કોરોનાના લક્ષણો દેખાય છે. સંક્રમણ બને એટલુ ડામીએ. 80 ટકા લોકો સાયલન્ટ કેરીયર હોય છે. આ એક ગંભીર બીમારી છે. હાર્ટના દર્દી, ડાયાબિટીસ, ડાયાલિસીસ, કેન્સર, એચઆઇવી જેવી ગંભીર બીમારી ધરાવતા વ્યકિતઓને કોવિડનું સંક્રમણ થાય તો તેમનુ શરીર સાથ ન આપી શકે. આવા પાંચ ટકા વર્ગને ખુબ સાચવવાની જરૂર છે. આ માહિતીથી તેઓને ડરાવનું નથી, પરંતુ સચેત રહેવાની જરૂર છે. કોરોનાનુ સંક્રમણ વઘારે ન વધે તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે. દરેક નાગરિક પોતાની જવાબદારી સમજે તો જ આપણે લડાઇ જીતી શકીશું. 5 ટકા દર્દીઓ જે મોત સુધી પહોચે છે, તેમને અટકાવવા માટે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવુ પડશે. 

ગુજરાતની વધુ 2 લેબને ટેસ્ટની પરવાનગી મળી

ગુજરાતમાં ટેસ્ટીંગની સ્થિતિ અંગે તેમણે માહિતી આપી કે, 3028 ટેસ્ટ ગઇકાલે થયા હતા. આપણે કેસ ઘટાડવાના નથી. 3280 રેપિડ એન્ટી બોડી ટેસ્ટ કર્યા હતા. ગુજરાતમા ટેસ્ટનું પ્રમાણ ઓછું છે, એ ખોટી માહિતી છે. સારી બાબત એ છે કે, ગુજરાતમાં વધુ 2 લેબને કોરોનાના ટેસ્ટીંગની પરવાનગી મળી છે. ગાંધીનગર અને વલસાડમાં હવે કોરોના ટેસ્ટીંગ થઈ શકશે. કોરોનાની લડાઇમાં લોકોના સહકાર મળે એ મહત્વનું છે. હવે ગુજરાતમાં 21 લેબમાં કોરોનાના ટેસ્ટ થાય છે
. 2115 ટેસ્ટ  સરેરાશ ગુજરાતમાં થાય છે. જો 3000 કરતાં વધારે ટેસ્ટ થાય તો તેના રીઝલ્ટ આવતાં પણ વાર લાગી શકે છે. માટે રોજેરોજ જો પોઝિટિવ કેસની જાણકારી મળે તો વ્યક્તિ સજાગ બની શકે. 24 કલાકમાં જ સેમ્પલનું રિઝલ્ટ આપવાનો નિર્ણય મુખ્યમંત્રી કક્ષાએથી લેવાયો છે. જેથી ઇમરાન ખેડાવાલા જેવો ઘાટ ન સર્જાય. ઇમરાન ખેડાવાલાના સેમ્પલ લીધાના ત્રીજા દિવસે રિપોર્ટ આવ્યો હતો.

તેમણે અપીલ કરી કે, લોકડાઉનમાં બધા લોકો સહકાર આપે છે, પણ જો કોઇ એક વ્યક્તિ પણ લોકડાઉનનો ભંગ કરે તો કોરોનાના સંક્રમણની ગતિ અને વ્યાપ વધી શકે છે. જ્યાં સુધી કોરોનાની દવા કે વેકેસીન નહી આવે ત્યાં સુધી તેને હળવાશથી ન લઇ શકાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news