રમજાન મહિનો ગુજરાત પોલીસ માટે સૌથી મોટી ચેલેન્જિંગ બની રહેશે
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :આજથી રમજાન મહિનાની શરૂઆત થઈ છે. ગઈકાલે રમજાનનો ચાંદ નજર આવી ગયો છે. શિયા ચાંદ કમિટીએ ચાંદ દેખાયાની પુષ્ટિ કરી છે. ઈદગાહ લખનઉના ઈમામ મૌલાના ખાલિદ રશીદ ફરંગીએ એલાન કર્યો કે, 24 એપ્રિલ 2020ના રોજ રમજાનુલ મુબારક ચાંદ થઈ ગયો છે. પહેલો રોજા આજે શનિવારથી રાખવામા આવશે. તો બીજી તરફ, ગુજરાત પોલીસ માટે રમજાન મહિનો વધુ ચેલેન્જિંગ બની રહેશે. આ માટે પોલીસે ઘરમાં રહીને જ ઈબાદત કરવાની સલાહ આપી છે. તેમજ પોલીસ આ મામલે સખત બનીને કડક પગલા લઈ રહી છે.
વડોદરાના માથા પરથી હટી રહ્યાં છે કોરોનાના વાદળો, વધુ 4 દર્દી રિકવર થયા
જામનગર
ગઈકાલે જામનગરના આકાશમા રમઝાનનો ચાંદ દેખાયો હતો. જામનગરમાં આજથી રમઝાન માસનો પ્રારંભ થયો છે. કાઝી-એ-ગુજરાત સૈયદ સલીમબાપુ દ્વારા ચાંદની ગવાહી કરાઈ છે. લોકોને ઘરમાં રહીને રમઝાનની ઈબાદત કરવા અપીલ કરાઈ છે. મુસ્લિમો દ્વારા રોઝા અને તરાવિહની ઈબાદત કરાશે.
વડોદરામાં આજથી 170 મસ્જિદ બહાર ચુસ્ત પેટ્રોલિંગ
વડોદરામાં આજથી રમઝાન માસની શરૂઆત થઈ રહી છે. વડોદરા પોલીસ આજથી શહેરની 170 મસ્જિદો ફરતે પેટ્રોલિંગ કરશે. ત્યારે ખાણીપીણીની લારીઓ ખોલવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. રાજ્યમંત્રી યોગેશ પટેલે પોલીસ કમિશનર સાથે મળીને એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. મૌલાના મસ્જિદના લાઉડ સ્પીકર પર એનાઉન્સમેન્ટ કરશે કે, ઘરે રહીને જ નમાજ અદા કરો. કોરોના વાયરસને લઈને શહેર પોલીસ કમિશનર વધુ કડક થયા છે. લોકડાઉન ભંગ કરનાર સામે આજથી કડકાઈથી અમલ કરવાની અધિકારીઓને સૂચના આપી દેવાઈ છે. તંત્ર દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા પાસ પરમિટ વગર બિનજરૂરી નીકળશે તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે. રમજાન માસ દરમિયાન ખાણીપીણીની લારીઓ ખૂલશે નહિ કે દુકાન ઉપર ભેગા થશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. મુસ્લિમ બિરાદરો પોતાના ઘરમાં રહી નમાજ, ઇમાદત, ઈફતાર અદા કરે તેવી કરવામાં અપીલ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે