ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો પહોંચ્યો 14 સુધી, લેટેસ્ટ કેસ કચ્છનો

કોરોના વાયરસના કહેરથી ગુજરાતના 20 જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. જાહેરમાં 4થી વધુ લોકોને ભેગા ન થવા આદેશ કરાયા છે. જો ભેગા થયા તો કેસ થશે. 

ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો પહોંચ્યો 14 સુધી, લેટેસ્ટ કેસ કચ્છનો

કચ્છ : ગુજરાતમાં કોરોના પોઝિટિવ (corona virus)  દર્દીઓના કેસનો આંકડો 14 પર પહોંચી ગયો છે.  મળતી લેટેસ્ટ માહિતી પ્રમાણે કચ્છમાં પણ કોરોના વાયરસનો એક પોઝિટિવ કેસ મળ્યો છે. 

વડોદરાની મુલાકાતે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે સવારે મીડિયાને ગુજરાતમાં કોરોના વાયરસના 13 કેસ હોવાની માહિતી આપી હતી. તમામ લોકોને રાજ્યની અલગ અલગ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં કોરેન્ટાઈન કરીને રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં સવારે જે 13 કેસની  માહિતી આપી છે એમાંથી 12 કેસ વિદેશમાંથી ગુજરાત પરત ફરેલા નાગરિકો છે. તેથી હાલ એરપોર્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય ગાંધીનગરના એક યુવાનનો કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આ યુવક દુ બઈથી આવ્યો હતો, જેને હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 

કોરોના વાયરસના કહેરથી ગુજરાતના 20 જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. જાહેરમાં 4થી વધુ લોકોને ભેગા ન થવા આદેશ કરાયા છે. જો ભેગા થયા તો કેસ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news