દેશમાં બીજા સ્થાને પહોંચેલા ગુજરાતમાં આજે નવા 326 કેસ નોંધાયા, કુલ 4721 થયા

ગુજરાતનો આજે સ્થાપના દિવસ છે, ત્યારે આવા મહત્વના દિવસે પણ કોરોનાના કેસમાં મહત્તમ વધારો થયેલો જોવા મળ્યો છે. સાથે જ રિકવર દર્દીઓના સારા સમાચાર પણ મળી રહ્યાં છે. આરોગ્ય સચિવ જયંતી રવિએ માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં આજે કુલ 4721 કેસ થયા છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 326 કેસ નોંધાયા છે.  

દેશમાં બીજા સ્થાને પહોંચેલા ગુજરાતમાં આજે નવા 326 કેસ નોંધાયા, કુલ 4721 થયા

હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતનો આજે સ્થાપના દિવસ (Gujarat Day) છે, ત્યારે આવા મહત્વના દિવસે પણ કોરોના (Coronavirus) ના કેસમાં મહત્તમ વધારો થયેલો જોવા મળ્યો છે. સાથે જ રિકવર દર્દીઓના સારા સમાચાર પણ મળી રહ્યાં છે. આરોગ્ય સચિવ જયંતી રવિ (Jayanti Ravi) એ માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં આજે કુલ 4721 કેસ થયા છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 326 કેસ નોંધાયા છે. ગુજરાતમાં આજે સાંજે 5 વાગ્યા સુધી નવા 326 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ રાજ્યભરમાંથી 22 લોકોનાં મોત થયા છે. તો 123 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયા  છે. નવા 326 કેસ પર નજર કરીએ તો, અમદાવાદમાં 267, સુરતમાં 26, વડોદરામાં 19, મહીસાગરમાં 6, પંચમહાલમાં 3, બનાસકાંઠા-બોટાદ-ગાંધીનગર-કચ્છ-પાટણમાં 1 કેસ નોંધાયો છે. આમ, રાજ્યમાં આજે કુલ 4721 કેસ નોંધાયા છે. આરોગ્ય ખાતાના આંકડા મુજબ, ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી કુલ 236 લોકોના મોત થયા છે અને કુલ 736 લોકો સ્વસ્થ થઈને ઘરે ગયા છે. 

રાજ્યમાં જિલ્લા વાઈસ કેસ પર નજર કરીએ તો, હવે ગુજરાતના ચાર મોટા શહેરોમાં કોરોનાના કેસનો આંકડો અમદાવાદમાં 3293, વડોદરામાં 308, સુરતમાં 644 અને રાજકોટમાં 58 કેસ થયા છે. તો ભાવનગરમાં 47, આણંદમાં 74, ગાંધીનગરમાં 49, પાટણમાં 18, ભરૂચમાં 27, નર્મદામાં 12, બનાસકાંઠામાં 29, પંચમહાલમાં 37, છોટાઉદેપુરમાં 13, અરવલ્લીમાં 19, મહેસાણામાં 11, કચ્છમાં 7, બોટાદમાં 21, પોરબંદર, સાબરકાંઠામાં અને ગીર-સોમનાથમાં 3, દાહોદ અને વલસાડમાં 5, ખેડામાં 6, મહીસાગરમાં 17, નવસારીમાં 6, ડાંગમાં 2 કેસ નોંધાયેલા છે. તો મોરબી, જામનગર, તાપી અને સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો છે. 

આરોગ્ય સચિવે જણાવ્યું કે, નાના નાના જિલ્લામા કેસની સંખ્યા ઘટી છે. અત્યાર સુધી કુલ 68774 ટેસ્ટ કર્યાં છે. 4721 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. પુલિંગની પદ્દતિથી ટેસ્ટ કર્યાં છે. કીટનો પણ મહત્તમ ઉપયોગ કર્યો છે. 4767 જેટલા પુલિંગ કરીને ટેસ્ટ કર્યાં છે. જ્યાં જ્યાં પણ ઓપીડી થાય, ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળવામાં આવે તેવુ ધ્યાન રાખીએ છીએ. જેથી સંક્રમણ ન ફેલાય. ખંભાત વિસ્તારમાં એક વ્યક્તિ સુરતથી આવ્યા હતા તેમના કારણે સમગ્ર વિસ્તારમાં મોટા પ્રમાણમાં કેસ આવ્યા હતા, તેના બાદ સઘન કાર્યવાહી કરીને 85 જેટલા હેલ્થ વર્કર્સ સર્વેલન્સની કામગીરી કરી રહ્યાં છે. 7836 જેટલા ઘરોમાં સર્વેલન્સ કરાયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news