ગુજરાતમાં વધી રહ્યાં છે કોરોનાના JN.1 વેરિયન્ટના કેસ, આરોગ્ય મંત્રીએ કહ્યું ચિંતા કરશો નહીં!

ગુજરાતમાં સતત વધી રહ્યાં છે કોરોનાના કેસ. હાલ ગુજરાત રાજ્યમાં કોરોનાના કુલ 66 એક્ટિવ કેસ છે. ખતરાની ઘંટી સમાન વાત એ છેકે, આ કેસમાંથી રાજ્યમાં JN.1  વેરિયન્ટના 36 કેસ નોંધાયા છે. 14 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યાં છે. રાજ્યમાં પ્રત્યેક કોરોના પોઝીટીવ દર્દીનું જીનોમ સિકવન્સીંગ કરવામાં આવે છે.

ગુજરાતમાં વધી રહ્યાં છે કોરોનાના JN.1 વેરિયન્ટના કેસ, આરોગ્ય મંત્રીએ કહ્યું ચિંતા કરશો નહીં!

નવી દિલ્લીઃ એક તરફ ગુજરાતમાં ખતરનાક કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે બીજી તરફ રાજ્યના આરોગ્ય મંત્રીએ કહ્યું કે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. માત્ર થોડી સતર્કતા રાખવા કહ્યું છે. 1 લી ડિસેમ્બર થી 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં કુલ 8,426 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા,જેમાંથી 99 કોરોના પોઝીટીવ નોંધાયા - પોઝીટીવીટી રેટ 0.86 % રહ્યો. હાલ રાજ્યમાં ફક્ત બે કોરોના પોઝીટીવ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે મીડિયાના માધ્યમથી પ્રજાજનોને જણાવ્યું છે કે, કોરોનાના JN.1  વેરિયન્ટ થી લોકોએ ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે તેમ પણ મંત્રીએ ઉમેર્યુ હતુ. રાજ્યમાં કોરોનાની તા. 28 ડિસેમ્બરની પરિસ્થિતી સંદર્ભે મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં કોરોના થી સંક્રમિત હાલ 66 એક્ટિવ કેસ છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 47, રાજકોટ કોર્પોરેશનના 10, ગાંધીનગર કોર્પોરેશનમાં 4 તેમજ દાહોદ, ગીરસોમનાથ, કચ્છ, મોરબી અને સાબરકાંઠા માં 1-1 કેસ એક્ટિવ છે. હાલ રાજ્યમાં ફક્ત બે કોરોના પોઝીટીવ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ
 
રાજ્યમાં છેલ્લા સપ્તાહમાં નોંધાયેલ કોરોના કેસના જીનોમ સિકવન્સીગ ના રીપોર્ટ તા. 27 ડિસેમ્બરના રોજ મળ્યા હતા. જેમાં 36 કેસ JN.1  વેરિયન્ટના નોંધાયા છે. જે પૈકી 22 દર્દીઓ સાજા થઇ ગયા છે અને હાલ 14 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. આમ JN.1  વેરિયન્ટના પોઝીટીવ દર્દીમાંથી એક પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નથી. 

મંત્રીએ વધુમાં જણાવ્યું કે,રાજ્યમાં 1 ડિસેમ્બર થી 28 ડિસેમ્બર દરમિયાન કુલ 8,426 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 99 કોરોના પોઝીટીવ નોંધાયા છે. 
આમ જોતા, કોરોનાનો પ્રવર્તમાન સરેરાશ પોઝીટીવીટી રેટ 0.86 ટકા છે. જેના પરથી તારણ કાઢી શકાય કે હાલ કોરોનાની ધાતકતા ઘણી ઓછી છે પરંતુ લોકોએ અને ખાસ કરીને કોમોર્બિડિટી ઘરાવતા દર્દીઓએ સતર્કતા રાખવી જરૂરી છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.  રાજ્યમાં પ્રત્યેક કોરોના પોઝીટીવ દર્દીનું જીનોમ સિકવન્સીંગ કરવામાં આવે છે તેના કારણે જ દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં એક્ટિવ કેસ ઓછા હોવા છતા JN.1  વેરિયન્ટના કેસ વધુ છે તેમ મંત્રી શ્રી એ સ્પષ્ટ પણે જણાવ્યુ હતુ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news