કોરોનાઃ ભાવનગરમાં 3, પાદરામાં 5 અને મહીસાગરમાં નવા 4 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે. રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં જે રીતે કેસો વધી રહ્યાં છે તે ચિંતાનો વિષય છે. ભાવનગર, મહીસાગર, પાદરા અનેક જગ્યાએ નવા કેસો નોંધાયા છે.

કોરોનાઃ ભાવનગરમાં 3, પાદરામાં 5 અને મહીસાગરમાં નવા 4 કેસ નોંધાયા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે. રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં જે રીતે કેસો વધી રહ્યાં છે તે ચિંતાનો વિષય છે. ભાવનગર, મહીસાગર, પાદરા અનેક જગ્યાએ નવા કેસો નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 28 હજારને નજીક પહોંચી ગઈ છે. તો અત્યાર સુધી આ મહામારીના કારણે રાજ્યમાં 1685 કરતા વધુ લોકોના મૃત્યુ પણ થયા છે. 

ભાવનગરમાં વધુ ત્રણ કેસ નોંધાયા
ભારનગર જિલ્લામાં આજે નવા ત્રણ કેસ નોંધાયા છે. આ સાથે અહીં સંક્રમિતોની સંખ્યા 200ને પાર પહોંચી ગઈ છે. મહુવાના એક 35 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો  છે. જે 19 જૂનના રોજ સુરતથી ભાવનગર આવ્યો હતો. તો સનેશ ગામના 65 વર્ષીય એક વૃદ્ધ કોરોનાનો શિકાર બન્યા છે. અન્ય એક 34 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

પાદરામાં કોરોનાનો વિસ્ફોટ
વડોદરાના પાદરામાં પણ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. આજે અહીં નવા 5 કેસ નોંધાવાની સાથે સંક્રમિતોની સંખ્યા 69 પર પહોંચી ગઈ છે. દિવસેને દિવસે વધી રહેલા કેસને કારણે તંત્ર પણ ચિંતામાં છે. 

ભરતસિંહનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ મુખ્ય ચૂંટણી અધિકારી સહિત અનેક લોકો થયા હોમ ક્વોરેન્ટાઇન

તો રાજકોટ જિલ્લાના ગોંડલમાં વધુ બે કેસ નોંધાયા છે. પતિ-પત્ની કોરોનાનો શિકાર બન્યા છે. આમ રાજકોટ જિલ્લામાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા 200ને નજીક પહોંચી છે. 

મહીસાગરમાં વધુ 4 કેસ નોંધાયા
મહીસાગર જિલ્લામાં કોરોનાનો કેર યથાવત છે. આજે નવા ચાર કેસ સામે આવ્યા છે. ગુણાવાડામાં 47 વર્ષીય પુરૂષ, વીરપુરમાં 32 વર્ષીય મહિલા, હાલાસિનોરમાં એક 40 અને એક 48 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ચાર કેસની સાથે જિલ્લામાં અત્યાર સુધી કુલ 142 કેસ નોંધાયા છે. જેમાં હાલ 13 એક્ટિવ કેસ છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news