બોટાદમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર થતાં જ વિવાદ ફાટી નીકળ્યો! સમર્થકો સાથે આ દિગ્ગજ નેતા ગેહલોતને મળ્યાં...

Gujarat Election 2022: કોંગ્રેસના પ્રવક્તાની નારાજગીનો મામલે આજે સવારે મનહર પટેલ અને તેમના આગેવાનો અશોક ગહેલોતને મળવા પહોંચ્યા છે. હાલ બંધ બારણે અશોક ગહેલોત સાથે ચર્ચા શરુ થઈ છે.

બોટાદમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર થતાં જ વિવાદ ફાટી નીકળ્યો! સમર્થકો સાથે આ દિગ્ગજ નેતા ગેહલોતને મળ્યાં...

સપના શર્મા/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ છે. ગઈકાલે (શનિવાર) રાત્રે કોંગ્રેસે 9 ઉમેદવારો સાથેની ચોથી યાદી જાહેર કરી છે. પરંતુ બોટાદમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેરાત સાથે જ વિવાદ સામે આવ્યો છે. બોટાદ બેઠક પર કોંગ્રેસે રમેશ મેરને ટિકિટ મળતા મનહર પટેલની ટિકિટ કાપી હતી, જેના કારણે મનહર પટેલ નારાજ થયા હતા. જેના કારણે સમર્થકો સાથે મનહર પટેલ અશોક ગેહલોતને મળ્યા છે.

કોંગ્રેસના પ્રવક્તાની નારાજગીનો મામલે આજે સવારે મનહર પટેલ અને તેમના આગેવાનો અશોક ગહેલોતને મળવા પહોંચ્યા છે. હાલ બંધ બારણે અશોક ગહેલોત સાથે ચર્ચા શરુ થઈ છે. બોટાદથી ટિકિટ મળે તેવી મનહર પટેલની ઈચ્છા છે. પરંતુ હાઈકમાન્ડ બેઠક બાદ શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું.

મહત્વનું છે કે, બોટાદ બેઠક પર જાહેર થયેલ કોંગ્રેસના ઉમેદવાર સામે દાવેદારોનો રોષ ફાટી નીકળ્યો છે. બોટાદ માટે દાવેદારી કરતા મનહર પટેલે ગઈકાલે (શનિવાર) રાત્રે ટ્વીટ કરી મનોવ્યથા ઠાલવી હતી. જેમાં તેમણે બોટાદ વિધાનસભા માટે પોતાને સાચા ઉમેદવાર ગણાવ્યા હતી.

મનહર પટેલનુ ટ્વીટ
૧૦૭-બોટાદ વિધાનસભાનો કોંગ્રેસ પક્ષનો હું સાચો ઉમેદવાર છું, કોંગ્રેસ પક્ષ મારા પક્ષને સમર્પિત આગેવાન સાથે પક્ષનો નિર્ણય સ્વીકાર્ય નથી, મારી સાથે 2017નું પુનરાવર્તન થયું. જે પક્ષના વિશાળ હિતમા નથી. ટ્વીટમાં રામ કિશન ઓઝા રધુ શર્મા અશોક ગહેલોત અને રાહુલ ગાંધીને ટેગ કર્યા છે.

— Manhar Patel (@inc_manharpatel) November 12, 2022

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે વધુ 9 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. દ્વારકાથી મુળુભાઈ કંડોરિયા, તાલાળાથી માનસિંહ ડોડિયા, કોડિનારથી મહેશ મકવાણાને ટિકિટ આપી છે. હજુ પણ પ્રથમ તબક્કાના 5 ઉમેદવારો જાહેર કરવાના બાકી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news